કાળા તલની બજારમાં તેજીને બ્રેક લાગી હતી અને સફેદ તલની બજારમાં ભાવ સ્ટેબલ રહ્યા હતા. ગુજરાતમાં તલની બજારમાં વેચવાલી થોડી વધતી અટકી છે. લગ્નગાળાની સિઝન અને બજારો બહુ વધી ગયા હોવાથી ખેડૂતોએ માલ બજારમાં ઠલવી દીધો છે. હવે સફેદ તલમાં તેજી આવે તો વેચવાલી વધી શકે તેમ છે.
આગામી સપ્તાહે ૬૬૦૦ ટનના તલના ટેન્ડરમાં બીડ ભરાશે. આ ટેન્ડરમાં ભારતને કેટલા ટનનો ઓર્ડર મળે છે તેનાં ઉપર આગળની બજારનો આધાર રહેલો છે. સફેદ તલની બજારમાં આગળ ઉપર ભારતને વધારે ઓર્ડર મળશે તો તલની બજારમાં સુધારાની ચાલ જોવા મળી શકે તેમ છે.
તલના ટેન્ડરમાં ભારતને કેટલો ઓર્ડર મળે છે તેનાં ઉપર હવે તેજી-મંદી
રાજકોટમાં સફેદતલની ૧૮૦૦ કટ્ટાની આવક હતી. ભાવ મિડીયમ હલ્દમાં રૂ.૨૦૦૦થી ૨૧૨૫, બેસ્ટ હલ્દમાં રૂ. ૨૧૫૦થી અને પ્યોર કરિયાણાબર સફેદ તલમાં રૂ.૨૬૦૦ થી ૨૭૦૦ હતા. રાજકોટમાં કાળા તલના ભાવ સ્ટેબલ હતા. ઝેડ પ્રીમિયમ ક્વોલિટીમા રૂ.૪૩૫૦થી ४४३०, ઝેડ બ્લેકમા રૂ.૪૧૭૫થી ૪૩૨૫ અને એવરેજ ભાવ રૂ.૩૨૫૦થી ૩૯૦૦ હતા. રાજકોટમાં ૧૫૦ કટ્ટાની આવક હતી.
કાળા તલની બજારમાં તેજી
રાજકોટમાં કાળા તલના ભાવ 3040 થી 4450 બોલાયા હતા, અમરેલી જિલ્લામાં 3500 થી 4610, વિસાવદરમાં 3555 થી 4421 નો ભાવ હતો સરેરાશ 150 કટ્ટા ની આવકો હતી અત્યારે બજારમાં મોટી તેજી દેખાય રહી છે. સફેદ તલની સરખામણીમાં કાળા તલની ડીમાન્ડ જોવા મળી રહી છે.આગામી દિવસોમાં હજું તેજી દેખાય રહી છે.