આ સપ્તાહ દરમિયાન જીરાની આવકોમાં ઘટાડો થયો હોવાથી સતત ચાલતી મંદીને બ્રેક લાગી છે અને સ્થિરતા સાથે વેપાર થઇ રહ્યો છે. હાલની સ્થિતિએ એક રીતે જીરાની ઓફ-સિઝન ગણાય છતાં દિવાળી પછી જીરાની આવકો નોંધપાત્ર રીતે થઇ રહી હતી. આ કારણે દિવાળી બાદ જીરાના ભાવમાં મણે સરેરાશ રૂ.300 સુધીનો ઘટાડો જોવા મળ્યો હતો. જોકે, છેલ્લા થોડા દિવસોથી જીરાની વેચવાલીમાં થોડોક ઘટાડો નોંધાયો છે.
ગત સપ્તાહ દરમિયાન જીરામાં વેચવાલીનું પ્રમાણે દૈનિક 15 હજાર બોરી આસપાસ હતુ. જે આ સપ્તાહ દરમિયાન ઘટ્યુ છે. ખેડૂતોની આવકો પણ થોડીક ઘટી છે અને સ્ટોકિસ્ટની વેચવાલી પણ ઓછી થઇ રહી છે. આ કારણે બજાર ઉપર થોડીક હકારાત્મક અસર થઇ છે. હાલની સ્થિતિએ ખેડૂતોને પ્રતિ મણ રૂ.4400થી રૂ.4900ની સપાટીની વચ્ચે જીરાના ભાવ મળી રહ્યા છે.
ફરી જીરુંમાં થોડી તેજી જોવા મળી રહી છે ઊંઝા માર્કેટ યાર્ડમાં જીરુંના ૫૦૦૦+ ભાવ ચાલી રહ્યા છે પરંતુ આ ભાવ વધ-ધટ સાથે ટકેલો રહેશે તેવી શક્યતા છે. ડીસેમ્બરમાં કોઈ મોટી તેજી આવે તેવી શક્યતા દેખાઈ રહી નથી. પરંતુ ૫૦૦૦ આસપાસ બજાર ટકેલું રહેશે.
નવી સિઝનમાં જીરુંનું વાવેતર ઘટયું છે જેના કારણે નિષ્ણાતો જણાવી રહ્યા છે કે આ વર્ષ જીરુંમાં તેજી દેખાશે અને ફેબ્રુઆરીમાં ૬૦૦૦ આસપાસ બજાર જોવા મળશે, સાથે આ વર્ષ ઉત્પાદનમાં ઘટાડો નોંધાશે એટલે જીરૂની બજારમાં તેજી આવશે.