ડિસેમ્બર મહિનાથી ઠંડી જામી રહી છે. છેલ્લા થોડા દિવસથી રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન સતત નીચું જઈ રહ્યું છે. ત્યારે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ ડિસેમ્બર મહિનાના બાકીના દિવસોમાં ગુજરાતના વાતાવરણમાં પલટો આવે તેવી આગાહી કરી છે. તેમણે પોતાની આગાહીમાં પવન, ઠંડી અને માવઠા અંગેની આગાહી કરી છે.
હવામાન નિષ્ણાત પરેશ ગૌસ્વામીએ તેની યુટ્યુબ ચેનલ પર માહિતી આપતા જણાવ્યું હતું કે આજથી ગુજરાતમાં તાપમાન ૧ થી ૩ ડીગ્રી સેલ્સિયસ નીચું જય શકે છે ફરી ગુજરાતમાં કડકડતી ઠંડી પડશે અને સાથે પવનની ગતિ સામાન્ય રહેવાની સંભાવના છે.
ડિસેમ્બરના છેલ્લા અઠવાડિયામાં રાજ્યના અનેક જિલ્લાઓમાં માવઠાના વરસાદ પડે અને વાતાવરણમાં પલટો આવે તેવી શક્યતાઓ છે. 21 કે 22 તારીખથી જે પલટો આવશે તે 27 ડિસેમ્બર સુધી જોવા મળશે. આ ઝાપટાં સતત પડ્યાં નહીં કરે પરંતુ કેટલાક ભાગોમાં અને છૂટાછવાયા સ્થળો પર જ પડી શકે છે. અમુક વિસ્તારોમાં સામાન્ય ઝાપટાં પડે અને અમુક વિસ્તારોમાં સામાન્ય કરતાં વધારે ઝાપટાં પડે તેવી શક્યતાઓ છે.” ખાસ કરીને સૌરાષ્ટ્રમાં અને દક્ષિણ ગુજરાતમાં માવઠા નું જોર રહેશે. આ સિવાય કચ્છ અને ઉત્તર ગુજરાતમાં પણ સામાન્ય વરસાદની સંભાવના છે.
૨૨ તારીખે થી વાતાવરણમાં પલટો આવશે, વરસાદની સંભાવના વલસાડ નવસારી ડાંગ તાપી ભરૂચ નમૅદા સુરત જિલ્લામાં તો સૌરાષ્ટ્રમાં ભાવનગર રાજકોટ જુનાગઢ ગીર સોમનાથ પોરબંદર દ્વારકા અમરેલી જિલ્લામાં પણ ઝાપટાં પડી શકે છે જ્યારે કચ્છમાં રાપર ભુજ ભચાઉ ગાંધીધામ મુદ્રા માંડવી ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા મહેસાણા પાટણ જિલ્લામાં પણ વાતાવરણમાં પલટો આવશે તેવી શક્યતા છે.
પવનની માહિતી આપતા જણાવ્યું હતું કે ૨૧ ડીસેમ્બર સુધી પવનની દિશામાં કોઈ ફેરફાર આવે તેવી શક્યતા નથી, તમામ વિસ્તારોમાં પવનની દિશા ઉત્તર અને ઉત્તર પૂર્વની જોવા મળશે. ૨૧ તારીખ બાદ પવનની દિશા બદલાઈ જશે અને ઉત્તર પશ્ચિમ દિશાનાં પવનો જોવા મળશે અને ત્યાંર બાદ પવનની ગતિ માં વધારો થશે તેવું અનુમાન છે.