જીરુંની બજારમાં નિલ્મ વેપારનો અભાવ અને ડિસેમ્બર રાયદાની એક્સપાયરી પહેલા બજારમાં નરમ ટોન હતો. હાજર બજારમાં આજે કોઈ જ મોટા વેપારો નહોતા અને ભાવ પણ ટકી રહ્યાં હતા.
જીરૂના વેપારીઓ કહે છેકે હાલના તબક્કે કોઈ નવા નિકાસ વેપારો નથી. રમજાનના નિકાસ વેપાર પણ જાન્યુઆરી મહિનાથી જ નીકળે તેવી પારણા છે. ગલ્ફ સિવાયના દેશોની નિકાસ માંગ હવે પાંચમાં જાન્યુઆરી બાદ જ જોવા મળે તેવી ધારણા છે. હાલના તબક્કે જરૂની બજારમાં ભાવ એક રેન્જમાં અથડાયા કરશે. વાયદો રૂ.૨૩૫૦૦ની નીચે નહીં જાય અને ઉપરમાં રૂ.૨૪૫૦૦ની ઉપર ન જાય તેવી ધારણા છે.
જાન્યુઆરી જીરું વાયદો રૂ.૬૫ ધટીને રુ.૨૩૯૭૫ ની સપાટી પર બંધ રહ્યો હતો. જીરૂ ડિસેમ્બર વાયદો શુક્રવારે એક્સપાયર થયા બાદ કેવી ધરાકી રહે છે તેના ઉપર આધાર આધાર એલો છે. હાજરમાં જરૂની આવકો હવે ખાસ વધે તેવું દેખાતું નથી.
જીરા બજારમાં સતત અને એકધારી મંદી સાથે વેપાર થઇ રહ્યો છે. સિંગાપુર કવોલિટી નિકાસના ભાવ ઘટીને રૂ.4800ની સપાટીએ આવી ગયા છે. દિવાળી પહેલા આ ભાવ રૂ.5200ની સપાટીની આસપાસ હતા. દિવાળી પછી જીરાના ભાવમાં પ્રતિ મણ સરેરાશ રૂ.400નો ઘટાડો નોંધાયો છે. હાલની સ્થિતિએ જીરાના ભાવમાં રૂ.4500થી રૂ.4900ની સપાટીની વચ્ચે વેપાર થઇ રહ્યો છે. મહત્તમ વેપાર રૂ.4700ની સપાટીની આસપાસ જ થઇ રહ્યો છે.
આ સપ્તાહ દરમિયાન જીરાની આવકોમાં વધારો નોંધાયો છે. ઉંઝામાં દૈનિક 10 હજાર બોરીથી વધુ જીરાની આવક થઇ છે. આ સાથે સ્ટોકિસ્ટની વેચવાલી પણ વધી છે. જેમાં કુલ 15 હજાર બોરીની વેચવાલીની સામે લેવાલીનો અભાવ છે. હાલની સ્થિતિએ ઓફ-સિઝન હોવા છતાં પ્રમાણમાં જીરાની આવક વધારે થઇ રહી છે. ગત સિઝનમાં ઉંચા ભાવ રહ્યા હોવાથી આ સિઝનમાં રૂ.5 હજારની સપાટીએ વેચવાલી થઇ નથી.
જીરા બજાર ઉપર હવે આવક અને વાતાવરણની સીધી અસર થશે. નવુ જીરૂ આવે ત્યાં સુધી આવકોનું પ્રેશર કેવુ રહે છે એ પરિબળ બજાર ઉપર ટુંકાગાળા માટે સૌથી વધુ અસર કરશે. જીરાનું વાવેતર ગત સિઝન કરતાં ઘટ્યુ છે પણ જે સરેરાશ વાવેતર થાય છે એની આસપાસ વાવેતર થઇ ગયુ હોવાની સંભાવના છે. જીરાનો પાક વાતાવરણ પ્રત્યે સંવેદનશીલ છે. આથી હવે વાતાવરણ કેવુ રહે છે એ પરિબળ પણ બજારની દિશા બાબતે મહત્વનો ભાગ ભજવી શકે છે.