રવી સિઝને વાવેલ અજમાની આવકો પાડોમાં મહિના દિવસથી સ્ટેબલ થઈ ગઈ છે. અત્યારે ગરમીને કારણે અજમાનો સ્થાનીક વપરાશ ઓછો હોવા છતાં રીટેઈલ ખપત, થોડી નિકાસ અને સ્ટોકિસ્ટોની લેવાલી જળવાયેલ હોવાથી જામનગર યાર્ડમાં છેલ્લા મહિના દરમિયાન અગાઉ ઘટેલા ભાવમાં સુધારો છે. અજમો સામાન્ય રીતે જામનગર, પાટણ, થરાદ, ઊંઝા અને થોડા પ્રમાણમાં રાજકોટમાં પણ આવતો હોય છે.
અજમો પ્રતિ ૨૦ કિલો સરેરાશ ભજાર નીચામાં રૂ.૨૩૦૦ અને ઉંચા મથાળે રૂ.૩૮૦૦ની સપાટી વેપાર થાય છે. ગત વર્ષની તુલનાએ પિયત અજમાની બજાર પ્રતિ ૨૦ કિલો રૂ.૩૦૦ થી રૂ.૪૦૦ સારી એકદમ અને સારી ક્વોલિટી અજમાની આવક ઓછી હોવા સામે નીચામાં સરેરાશ રૂ.૨૩૦૦ થી રૂ.૨૬૦૦ની રેઈન્જનો અજમો વધુ આવે છે. સારો બોલ્ડ ગ્રીન કલર અજમો નિકાસ વેપારમાં જાય છે.
ગત ખરીફમાં કપાસ વાવેતરની દોડને કારણે ચોમાસું અજમો વાવેતરમાં પટ્યો હતો. આગામી ખરીફમાં ઉલ્ટ બનીને કપાસ વાવેતર ઘટવા સામે ખરીફ અજમાનું વાવેતર વધારવાનું ખેડૂતો કહે છે. આમ જુના અજમા વાવેતરનાં બેલ્ટમાં અજમો વરસાદની રૂખ મંજબ વાવેતરમાં વત્તા-ઓછો આગળ વધશે. અમરેલીના લીલિયા પંથકની વાત કરતાં હરીપરનાં ભરતભાઈ વીરડ કહે છે કે સાંજણટીંબા, લુવારિયા, જાતુટય સહિત હરીપર જેવા ગામમાં કપાસ ઘટીને અજમાનું વાવેતર વર્ષ એવું લાગે છે. થોડો ક ગત વર્ષે કપાસમાં ઉતારા અને ભાવથી ખેડૂત થાક્યો છે. ખરીફ અજમાનાં ઉતારા હવામાન મુજબ ક્યારેક ઓછા મળે, પણ ભાવ સારા હોવાથી અજમાનું ঈমার ৬.
ચોમાસું અજમાનું અનિશ્ચિત ઉત્પાદન હોવા સામે બજારો સારી અગાઉ ગુજરાતમાં પિયત અજમાનો ૩ લાખ થી ૩.૫ લાખ બોરી પાક આવવાની વાત સામે આવકો જોતા એવું સ્પષ્ટ થાય છે કે ૨.૨૫ લાખ થી ૨.૫૦ લાખ બોરીનો પાક આવશે.
જામનગરમાં અજમાની ૧૦૦૦ બોરી જળવાયેલ આવક…
જામનગર ચાર્ડ ખાતેથી આર. કે. ટ્રેડીંગનાં વિજયભાઇ પટેલ કહે છે કે તા.૨૮, મે મંગળવારે ૧૦૦૦ બોરી આવકમાં સુરેન્દ્રનગરનાં વઢવાણ, લખતર, માંડલ પંથકમાંથી રવી અજમાની હાલ વધુ આવકો થઇ રહી છે. અજમો નીયામાં સરેરાશ રૂ.૨૩૦૦ થી રૂ.૨૬૦૦, સારો માલ રૂ.૨૬૦૦ થી રૂ.૨૮૦૦, કલરવાળો માલ રૂ.૨૮૦૦ થી રૂ.૩૩૦૦ અને બોલ્ડ ગ્રીનની આવક ઓછી હોવા સામે રૂ.૩૩૦૦ થી રૂ.૩૮૦૦નાં ભાવે વેપાર થયા હતા. છેલ્લા મહિના દરમિયાન અજમો ઘટેલા ભાવથી પ્રતિમણ રૂ.૨૦૦ થી રૂ.૩૦૦ સારો થયો છે. આગામી ચોમાસે કપાસનો મોહ ઓછો થઇ.અજમાનાં બેલ્ટમાં વાવેતર થોડું વધશે, એ પાકી વાત છે