3 થી 4 ફેબ્રુઆરીમાં ગુજરાતના ઉત્તર-પૂર્વીય ભાગોમાં વાદળો આવવાની શક્યતા છે. આ સમયે ગુજરાતનાં ઉત્તર પૂર્વીય ભાગોમાં છાંટા પડવાની શક્યતા છે. દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વાદળવાયુ વાતાવરણ રહેશે. 5થી 7 ફેબ્રુઆરીમાં ફરી રાજ્યમાં ઠંડી રહી શકે છે, ઉત્તર મધ્ય પૂર્વ ગુજરાતમાં આજથી માવઠાની સંભાવના છે.
આગામી ૩ દિવસ ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા બનાસકાંઠા પાટણ મહેસાણા અરવલ્લી જિલ્લામાં છુટાછવાયા વિસ્તારમાં હળવા ઝાપટાં પડી શકે છે અને અમદાવાદ ગાંધીનગર ખેડા મહીસાગર પંચમહાલ દાહોદ જિલ્લામાં પણ ગાજવીજ સાથે કમોસમી વરસાદની સંભાવના છે. સૌરાષ્ટ્રમાં અને દક્ષિણ ગુજરાતમાં હવામાનમાં પલટો આવશે બાકી માવઠું થવાની શક્યતા નહિવત્ છે.
અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે,9થી 11 ફેબ્રુઆરીમાં ફરી ગુજરાતનું હવામાન પલટાય તેવી શક્યતા રહેલી છે. 11 અને 12 તારીખે ફરી ઉત્તર ભારતમાં હિમવર્ષા રહેતા સવારે ઠંડી રહેશે. 19 ફેબ્રુઆરીથી ગરમીની શક્યતા રહેલી છે. 19 ફેબ્રુઆરીથી 14 એપ્રિલ સુધી રોગીસ્ટ હવામાન રહે જેથી સાવચેતી રાખવી. 23મીથી ફેબ્રુઆરીના અંત સુધીમાં વાદળવાયુ અને કમોસમી વરસાદની શક્યતા રહેલી છે.