Heavy rain: ગયા દિવસ દરમિયાન દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં સારો વરસાદ નોંધાયો છે. ત્યારે ગય રાત્રે ગાજવીજ તોફાની વરસાદ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં જોવા મળયો હતો. પરેશ ગૌસ્વામીએ આજે ભારે વરસાદની આગાહી કરી છે.
26 સપ્ટેમ્બર આટલા વિસ્તારમાં એલટ
ગુજરાતમાં ગાજવીજ સાથે ભારે વરસાદ પડી રહ્યો છે ત્યારે આજે પણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે જેમાં વલસાડ નવસારી ડાંગ તાપી સુરત ભરૂચ નમૅદા જિલ્લામાં ભારે થી અતિ ભારે વરસાદની આગાહી કરી છે સૌરાષ્ટ્રમાં અમરેલી ભાવનગર ગીર સોમનાથ જુનાગઢ જિલ્લામાં પણ ગાજવીજ સાથે ભારે વરસાદ પડી શકે છે. મધ્ય પૂર્વ ગુજરાતમાં અમદાવાદ ગાંધીનગર વડોદરા ખેડા આણંદ દાહોદ છોટાઉદેપુર પંચમહાલ મહીસાગર જિલ્લામાં હળવા થી મધ્યમ વરસાદની સંભાવના છે સાબરકાંઠા બનાસકાંઠા પાટણ મહેસાણા અરવલ્લી જિલ્લામાં હળવા મધ્યમ ભારે વરસાદ પડી શકે છે કચ્છમાં અને બાકીના સૌરાષ્ટ્રમાં હળવા સામાન્ય વરસાદ વરસશે.
27 સપ્ટેમ્બરમાં આટલા વિસ્તારમાં એલર્ટ
સિસ્ટમ ની અસર ગુજરાતમાં જોવા મળી રહી છે 27 તારીખે પણ પરેશ ગૌસ્વામીએ ભારે વરસાદની આગાહી કરી છે સૌરાષ્ટ્રમાં અમરેલી ભાવનગર રાજકોટ જુનાગઢ ગીર સોમનાથ જિલ્લામાં છુટાછવાયા વિસ્તારમાં મધ્યમ થી ભારે વરસાદની સંભાવના છે દ્વારકા પોરબંદર સુરેન્દ્રનગર જામનગર મોરબી રાજકોટ જિલ્લામાં પણ હળવા મધ્યમ વરસાદની સંભાવના છે કચ્છમાં રાપર ભુજ ભચાઉ ગાંધીધામ મુદ્રા માંડવી વિસ્તારમાં છુટાછવાયા વિસ્તારમાં મધ્યમ વરસાદની સંભાવના છે.
ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા બનાસકાંઠા પાટણ મહેસાણા અરવલ્લી થરાદ વાવ રાધનપુર અંબાજી વિસનગર કડી વડનગર પાલનપુર ડીસા ઈડર ખેડબ્રહ્મા બેચરાજી જેવા વિસ્તારોમાં છુટાછવાયા વિસ્તારમાં સારાં વરસાદની સંભાવના છે બાકીના વિસ્તારોમાં હળવા સામાન્ય ઝાપટાં પડી શકે છે. મધ્ય પૂર્વ ગુજરાતમાં અમદાવાદ ગાંધીનગર ખેડા આણંદ જિલ્લામાં હળવા મધ્યમ દાહોદ છોટાઉદેપુર વડોદરા પંચમહાલ મહીસાગર જિલ્લામાં હળવા મધ્યમ ભારે વરસાદની આગાહી કરી છે. દક્ષિણ ગુજરાતમાં સુરત વલસાડ નમૅદા નવસારી ડાંગ તાપી જિલ્લામાં પણ ગાજવીજ સાથે ભારે વરસાદ પડી શકે છે.