અરબી સમુદ્રમાં સર્જાયેલા સિસ્ટમ સક્રિય છે જેના કારણે ગુજરાતમાં પ્રિ મોન્સુન એક્ટિંવીટી નો વરસાદ પડી રહ્યો છે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના છે હવામાન વિભાગના જણાવ્યા મુજબ ગુજરાતમાં ગાજવીજ સાથે આજે પણ મોટાભાગના વિસ્તારોમાં મધ્યમ હળવા વરસાદની સંભાવના છે.
આજે 14 જિલ્લામાં વરસાદની આગાહી
આજે 14 જિલ્લામાં વરસાદની સંભાવના છે જેમાં અમરેલી, ભાવનગર, રાજકોટ, બોટાદ, ગીર સોમનાથ, જુનાગઢ, વલસાડ, નમૅદા, સુરત, તાપી, ડાંગ, ભરૂચ, છોટાઉદેપુર, વડોદરા, પંચમહાલ જિલ્લામાં છુટાછવાયા વિસ્તારમાં પ્રિ મોન્સુન એક્ટિંવીટી જોવા મળશે.
11 થી 17 તારીખની આગાહી
ગુજરાતમાં પ્રિ મોન્સુન એક્ટિંવીટી નો વરસાદ વધતાં ઓછા પ્રમાણમાં જોવા મળશે તેવી શક્યતા છે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અમુક વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે જ્યારે કચ્છ ઉત્તર ગુજરાત અને મધ્ય પૂર્વ ગુજરાતમાં સામાન્ય વરસાદ પડી શકે છે. 11 થી 17 જુન દરમિયાન અમુક વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ પડી શકે છે.
ચોમાસાનું આગમન 13 જુને
નૈઋત્ય નું ચોમાસું આગામી 2 દિવસ દરમિયાન ઉત્તર અરબી સમુદ્રના વધુ ભાગો, દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગો અને મહારાષ્ટ્રના કેટલાક વધુ ભાગોમાં ચોમાસું આગળ વધવા માટે સ્થિતિ અનુકૂળ છે એટલે 13 જુન દરમિયાન ગુજરાતમાં એન્ટ્રી કરશે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે.