કાલે ગુજરાતના ધણા જિલ્લામાં વરસાદની એન્ટ્રી થઈ હતી.અરબી સમુદ્રમાં સિસ્ટમ સક્રિય બની હતી જે ડિપ ડિપ્રેશનમા ફેરવાઈ ને પશ્ચિમ દિશામાં આગળ વધી રહી છે જેના કારણે ગુજરાતમાં પ્રિ મોન્સુન એક્ટિંવીટી નો વરસાદ પડી રહ્યો છે હજુ ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના છે આજે પણ સૌરાષ્ટ્રમાં અને દક્ષિણ ગુજરાતમાં વાવણી લાયક વરસાદ પડી શકે છે.
આજે આટલા વિસ્તારમાં વરસાદ
આજે વહેલી સવારથી ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે. અમુક વિસ્તારોમાં હળવો વરસાદ પણ જોવા મળી રહ્યો છે બપોર બાદ વરસાદનાં વિસ્તારમાં અને તીવ્રતા વધશે, જેમાં ભાવનગર, જુનાગઢ,ગીર સોમનાથ, પોરબંદર, અમરેલી,રાજકોટ ના ભાગો દક્ષિણ ગુજરાતમાં સુરત, વલસાડ ,નમૅદા, નવસારી ,તાપી, ડાંગ, ભરૂચ, છોટાઉદેપુર, વડોદરા ,આણંદ ,બોરસદ, દહેગામ, ગોધરા ,મહીસાગર, અમદાવાદ ના પણ અમુક વિસ્તારોમાં વરસાદની સંભાવના છે.જયારે કચ્છ અને ઉત્તર ગુજરાતમાં કોઈક જગ્યાએ હળવા વરસાદની સંભાવના રહે લી છે.
ચોમાસું ગુજરાતમાં કયારે એન્ટ્રી કરશે
ચોમાસું સતત આગળ વધી રહ્યું છે અને આજથી મુંબઈમાં જોરદાર વરસાદ સાથે ચોમાસાની એન્ટ્રી ગયકાલ ના રોજ થય હતી. દક્ષિણ ગુજરાતમાં 13 જૂન આસપાસ ચોમાસું એન્ટ્રી કરે તેવી શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી હતી. ગુજરાતથી લગભગ 160km ચોમાસું દુર છે.
હવામાન વિભાગે આગામી 5 દિવસ ગાજવીજ સાથે ભારે પવન સાથે પ્રિ મોન્સુન એક્ટિંવીટીના વરસાદની આગાહી કરી છે. જેમાં ગુજરાતના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વધું વરસાદ ની શક્યતા છે સાથે કચ્છ અને ઉત્તર ગુજરાતમાં સામાન્ય વરસાદ વરસશે તેવી આગાહી કરી છે. આજે અમુક વિસ્તારોમાં વાવણી લાયક વરસાદની પણ સંભાવના રહે લી છે.