આજે આટલા વિસ્તારમાં માવઠું ભુક્કા બોલાવશે, 27,28 ગાજવીજ સાથે માવઠું,, પરેશ ગૌસ્વામીની આગાહી

#આગાહી
Views: 3K

ગુજરાતમાં હાલ કડકડતી ઠંડીની વચ્ચે માવઠાની આગાહીએ ખેડૂતોમાં ચિંતા વધારી છે. 27,28 ડિસેમ્બર સુધીમાં ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં ક્યાંક તીવ્ર તો ક્યાંક હળવા માવઠા થવાની આગાહી હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ કરી છે. આ સાથે અનેક વિસ્તારોમાં કાળા વાદળો છવાયેલા રહેવાની પણ આગાહી કરી છે.સાથે ધુમ્મસ જોવા મળશે તેવી શક્યતા વ્યક્ત કરાઈ છે.

પરેશ ગૌસ્વામીએ જણાવ્યું હતું કે આજે 27 તારીખે ગુજરાતમાં માવઠાની તીવ્રતા વધું જોવા મળશે સાથે ખાસ કરીને રાજસ્થાન બોર્ડર વિસ્તારમાં અને મધ્યપ્રદેશ બોર્ડર લાગું વિસ્તારમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદની આગાહી કરી છે. ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા બનાસકાંઠા પાટણ અને મહેસાણા જિલ્લામાં છુટાછવાયા વિસ્તારમાં હળવા થી મધ્યમ માવઠાની સંભાવના છે.

આ સાથે અરવલ્લી મોડાસા દાહોદ છોટાઉદેપુર પંચમહાલ મહીસાગર જિલ્લામાં પણ હળવા થી મધ્યમ વરસાદની સંભાવના છે અમદાવાદ ગાંધીનગર વડોદરા જિલ્લામાં વાદળછાયું વાતાવરણ રહેશે અને અમુક જગ્યાએ ઝાપટા પડી શકે છે દક્ષિણ ગુજરાતમાં નમૅદા ડાંગ તાપી અને વલસાડ જિલ્લામાં હળવા ઝાપટાં પડી શકે છે.

કચ્છમાં 2 દિવસ ધુમ્મસ જોવા મળશે અને રાપર અને આસપાસના એકાદ વિસ્તારમાં ઝાપટાં પડી શકે છે જ્યારે સૌરાષ્ટ્રમાં એટલો ખતરો નથી પરંતુ સૌરાષ્ટ્ર વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ અને ધુમ્મસ જોવા મળશે, સુરેન્દ્રનગર અને મોરબી જિલ્લામાં ક્યાંક છાટછુટ પડે તેવી શક્યતા છે. આ હવામાનમાં પલટો આગામી 2 દિવસ રહેશે ત્યાર બાદ 29 ડીસેમ્બર થી રાબેતા મુજબ ઠંડી જોવા મળે તેવી શક્યતા છે.

આજના તમામ માર્કેટ યાર્ડ ના કપાસના બજાર ભાવ ,જાણો આજના 27-12-2024 ના કપાસ ના ભાવ , તાજા કપાસ ના ભાવ
ચણાના બજાર ભાવ , જાણો આજના (26-12-2024 ના) ચણાના બજાર ભાવ,જાણો તમામ માર્કેટ યાર્ડ ના ભાવ

💥ખેડૂતોનું સૌથી ભરોસાપાત્ર
🙋🏻‍♂No. 1 ફૂગનાશક – એઝોન💪🏻
—–
ચણા, જીરું, ડુંગળી, ધાણાં, શાકભાજી વગેરેમાં આવતાં ફૂગજન્ય રોગો સામે ખુબ જ અસરકારક પરિણામ👍🏻
આજે જ ફોન કરો અને વધુ માહિતી મેળવો
☎ 8849012539
🌐 www.uiplindia.com
કંપનીના ફેસબૂક પેજમાં જોડાવા ક્લિક કરો
👇🏻
https://www.facebook.com/uiplindia

Instagram
YouTube
WhatsApp

Recent Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Fill out this field
Fill out this field
Please enter a valid email address.
You need to agree with the terms to proceed

keyboard_arrow_up