હવામાન નિષ્ણાત પરેશ ગૌસ્વામીની આગાહી
હવામાન નિષ્ણાત એવા પરેશ ગોસ્વામીએ તેમના યુ-ટ્યુબ વીડિયોમાં જણાવ્યું છે કે, હાલ રાજ્યમાં વાદળછાયું વાતાવરણ છે. હવે 13 તારીખથી વરસાદની તીવ્રતા પાછી વધશે. કારણકે કે, 13 થી 18 ઓક્ટોબરની પણ આગાહી કરવામાં આવી છે. 13, 14 અને 15 એમ ત્રણ દિવસ વરસાદની તીવ્રતા ખૂબ વધારે જોવા મળશે. 16, 17 અને 18માં તીવ્રતા પાછી ઘટશે. 13, 14 અને 15માં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં તેની તીવ્રતા વધારે જોવા મળશે.
13 તારીખે આટલા વિસ્તારમાં માવઠું
આજે સૌરાષ્ટ્ર વિસ્તારમાં ભાવનગર તળાજા મહુવા જેસર ધોધા અમરેલી ગારીયાધાર રાજુલા બગસરા ખાંભા ધારી જુનાગઢ ગીર કેશોદ માંગરોળ વિસાવદર ગીર સોમનાથ કોડીનાર માણાવદર પોરબંદર ભાણવડ રાજકોટ ઉપલેટા તાલુકાના વિસ્તારમાં મધ્યમ થી ભારે વરસાદ પડી શકે છે સુરત ભરૂચ નમૅદા ડાંગ તાપી વલસાડ જિલ્લામાં મધ્યમ થી અમુક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે જ્યારે દ્વારકા પોરબંદર જામનગર બોટાદ સુરેન્દ્રનગર મોરબી જિલ્લામાં છુટાછવાયા વિસ્તારમાં વરસાદી માહોલ જામશે. કચ્છમાં વાદળછાયું વાતાવરણ રહેશે કોઈક જગ્યાએ ઝાપટા પડી શકે છે.
14 તારીખે આટલા વિસ્તારમાં માવઠું
15 તારીખ સુધી વરસાદનું જોર રહેશે જેમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સુરત વલસાડ નમૅદા નવસારી ડાંગ તાપી ભાવનગર અમરેલી જુનાગઢ ગીર સોમનાથ પોરબંદર દ્વારકા રાજકોટ જામનગર સુરેન્દ્રનગર મોરબી જિલ્લામાં છુટાછવાયા વિસ્તારમાં વરસાદની સંભાવના કચ્છમાં પણ અમુક વિસ્તારોમાં હળવા વરસાદની સંભાવના મધ્ય પૂર્વ ગુજરાતમાં છુટાછવાયા વિસ્તારમાં ઝાપટાં પડી શકે છે ઉત્તર ગુજરાતમાં વરસાદની એન્ટ્રી થઈ જશે અમુક વિસ્તારોમાં.
15 તારીખે આટલા વિસ્તારમાં માવઠું
આ વરસાદ નો રાઉન્ડ 6 દિવસ સુધી રહેશે તેવી આગાહી પરેશ ગૌસ્વામીએ કરી હતી જેમાં 15 તારીખ દરમિયાન પણ ધણા વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની સંભાવના છુટાછવાયા વિસ્તારમાં રહેલી છે તો કચ્છમાં પણ વિસ્તારમાં વધારો થશે ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા મહેસાણા પાટણ જિલ્લામાં હળવા થી મધ્યમ વરસાદની સંભાવના અમદાવાદ ગાંધીનગર વડોદરા ખેડા આણંદ પંચમહાલ મહીસાગર અરવલ્લી જિલ્લાના વિસ્તારમાં સામાન્ય થી ઝાપટાં પડી શકે છે.