ગુજરાતમાં છેલ્લા એક સપ્તાહથી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો હતો અને સૌરાષ્ટ્ર, કચ્છમાં શીત લહેર પણ ફરી વળી હતી. પરંતુ મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતાની સાથે જ ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે અને વરસાદની આગાહી કરવામાં આવી છે. ૨૫ થી ૨૭ ડીસેમ્બરમાં ગુજરાતમાં કમોસમી વરસાદ પડશે.
શિયાળાની સીઝનનો પ્રથમ મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ દેશના ઉત્તરીય પર્વતીય વિસ્તારોમાં આવી રહ્યો છે. ત્યારે બંગાળના ભેજ અને અરબ સાગરના ભેજના કારણે કમોસમી વરસાદ, કરા, પવનના તોફાન, દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં જમ્મુ કાશ્મીર, હરિયાણા, પંજાબ, રાજસ્થાન, દિલ્હી, મધ્યપ્રદેશ સુધી અને ગુજરાતના કેટલાક ભાગો સુધી તેની અસર વર્તાશે.
જેનાં કારણે ઉત્તર ગુજરાતમાં ઈડર વડાલી વાવ રાધનપુર અંબાજી ધાનેરા પ્રાંતિજ તલોદ ખેડબ્રહ્મા વિસનગર સાબરકાંઠા બનાસકાંઠા પાટણ જિલ્લામાં વરસાદની સંભાવના છે આ સાથે પંચમહાલ મહીસાગર દાહોદ છોટાઉદેપુર વડોદરા આણંદ જિલ્લામાં પણ ગાજવીજ સાથે કમોસમી વરસાદની સંભાવના છે અમદાવાદ ગાંધીનગર અને દક્ષિણ ગુજરાતમાં સુરત વલસાડ નમૅદા ડાંગ તાપી જિલ્લામાં વાદળછાયું વાતાવરણ સર્જાશે અને અમુક વિસ્તારોમાં ઝાપટાં પડી શકે છે.
27 ડિસેમ્બરથી લઘુત્તમ તાપમાનમાં વધારો થવાની શક્યતા રહેશે અને ઠંડીનું પ્રમાણ ઘટશે. ઉત્તર ગુજરાતના ભાગોમાં લઘુત્તમ તાપમાન 12 ડિગ્રી રહેવાની શક્યતા રહેશે. કચ્છમાં તાપમાન નીચું 10 ડિગ્રી આસપાસ રહેવાની શક્યતાઓ રહેશે. જેમાં દરિયાકાંઠાના વિસ્તારોમાં, પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં, જૂનાગઢના ભાગોમાં અને ઉત્તર સૌરાષ્ટ્રના ભાગમાં મહત્તમ તાપમાન 26 ડિગ્રી આસપાસ રહેવાની શક્યતાઓ રહેશે. ઠંડી ગાયબ થઈ ગઈ હોય તેવો અહેસાસ થશે