ગુજરાતમાં હજુ જોઇએ તેવી ઠંડીની શરૂઆત થઈ નથી. ત્યારે હવામાન નિષ્ણાંત પરેશ ગૌસ્વામીએ તેના સોશિયલ મીડિયા પર વીડિયો શેર કરી જણાવ્યું છે કે રાજ્યમાં ગુલાબી ઠંડીની શરૂઆત ક્યારે થશે. સાથે કોલ્ડ વેવ ક્યારે આવશે તે અંગે પણ માહિતી આપી છે. હવામાન નિષ્ણાત પરેશ ગૌસ્વામીએ નવી આગાહી કરી છે.
પરેશ ગૌસ્વામીએ જણાવ્યું હતું કે આ વર્ષ શિયાળાનુ આગમન મોડું થયું છે સાથે જ જેવી જોઈએ તેવી ઠંડી પણ નથી જોવા મળતી.તાપમાનમા ઘણો ઘટાડો થયો છે, તે નીચું આવ્યું છે. હાલ રાત્રીનું તાપમાન નીચું જઈ રહ્યું છે જ્યારે દિવસનું તાપમાન 30 ડિગ્રી કરતા થોડું ઉપર જઈ રહ્યું છે. નોર્મલ કરતા આ તાપમાન 1થી 2 ડિગ્રી વધુ છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે સારા સમાચાર એ ગણી શકાય કે આવનારા દિવસામં સામાન્ય ઠંડીનો રાઉન્ડ આવે તેવી શક્યતા છે.
એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવ્યું હતું પરંતુ સામાન્ય હતું જેના કારણે ગુજરાતમાં હળવી ઠંડી જોવા મળી રહી છે. આગામી દિવસોમાં મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે જેના કારણે ગુજરાતમાં નવેમ્બરના એડમા સારી ઠંડી જોવા મળી શકે છે , હવે ધીરે ધીરે લધુત્તમ તાપમાન (રાત્રે) ૨૦ ડીગ્રી સેલ્સિયસ નીચે જોવા મળી રહ્યું છે ૨૨ તારીખ બાદ તાપમાન ૧૬-૧૭ ડીગ્રી સુધી પહોંચી જશે તેવું અનુમાન છે જેના કારણે ઉત્તર ગુજરાત, મધ્ય પૂર્વ અને કચ્છમાં સારી ઠંડી જોવા મળશે.
ડિસેમ્બર મહિનાની શરૂઆતથી કાતિલ ઠંડી પડવા લાગશે. જેમાં 27 ડિસેમ્બરથી ગુજરાતના કેટલાક ભાગોમાં લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી તો કેટલાક ભાગોમાં 8 ડિગ્રી સુધી જવાની શક્યતા રહેશે. આમ એકંદરે આ વખતે શિયાળામાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે.