આ વર્ષ શિયાળાનું આગમન થયું છે પરંતુ જેવી જેવી જોવે તેવી ઠંડી નથી જોવા મળી, કારણે કે ગુજરાતમાં ચોમાસું લાંબુ ચાલ્યું, સાથે વરસાદ પણ વધુ વરસ્યો છે. એવામાં અંબાલાલ પટેલે ફરી ઠંડીની આગાહી કરતા જણાવ્યું હતું કે ખેડૂતો ને ઠંડી માટે રાહ જોવી પડે તેવી શક્યતા છે. અત્યારે બપોર દરમિયાન ગુજરાતમાં ઉનાળા જેવો માહોલ સર્જાયો છે તો રાત્રે અને વહેલી સવારે સામાન્ય ઠંડી જોવા મળી રહી છે.
અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે જ્યાં સુધી મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે નહીં ત્યાં સુધી કડકડતી ઠંડી માટે રાહ જોવી પડશે. આગામી દિવસોમાં ૧૪ નવેમ્બર બાદ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતા છે. અને ૧૬ થી ૨૦ નવેમ્બરમાં પણ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતા છે. અને સાથે અંબાલાલ પટેલે જણાવ્યું કે ૧૧ થી ૧૫ નવેમ્બરમાં બંગાળના ઉપસાગર એક સિસ્ટમ બનશે. જેના કારણે વાવાઝોડું બનશે તેવું પણ અનુમાન છે.
અંબાલાલ પટેલે કડકડતી ઠંડીની આગાહી કરતા જણાવ્યું હતું કે આગામી ૨૨ ડીસેમ્બર બાદથી ગાત્રો થીજવતી ઠંડી પડશે સાથે ૨૨ નવેમ્બરથી હળવી ઠંડી જોવા મળે તેવી શક્યતા છે. તો તાપમાન ૨૨ તારીખ સુધી નોમૅલ આસપાસ ૩૧ -૩૪ રહેશે, ૨૨ નવેમ્બરથી ઉત્તર ગુજરાત અને કચ્છ ના ભાગોમાં લધુત્તમ તાપમાન ૨૦ ડીગ્રી નીચે આવશે જેના કારણે ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ વધશે. સાથે નવેમ્બરના એન્ડ માં ગુજરાતનાં હવામાન મા પલટો આવી શકે છે અને માવઠાની પણ સંભાવના રહે લી છે.
ઉત્તર ભારતમાં, દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં ઠંડીના સંકેતો સાથે તાપમાનમાં ઘટાડો થવાની ધારણા છે. IMD મુજબ દિલ્હીમાં તાપમાનમાં ઘટાડો ચાલુ રહેશે અને ઉત્તર પ્રદેશમાં લઘુત્તમ તાપમાન 2 થી 3 ડિગ્રી સુધી ઘટશે. નવેમ્બરના મધ્ય સુધીમાં ગુજરાત, મહારાષ્ટ્ર, પંજાબ અને હરિયાણા ઠંડીનું જોર વધવાની શક્યતા છે. 15 નવેમ્બર પછી આ રાજ્યોમાં તાપમાનમાં વધુ ઘટાડો થવાની ધારણા છે.