અંબાલાલે કહ્યું કે આગામી 72 કલાકમાં મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા અને પંચમહાલ જેવા જિલ્લાઓમાં ઠંડી વધી શકે છે. બંગાળના ઉપસાગરમાં લો પ્રેશર બની શકે છે. જેથી દક્ષિણ ગુજરાતમાં વાદળછાયુ વાતાવરણ જોવા મળે અને કેટલીક જગ્યાએ છાંટા પણ પડી શકે છે. અંબાલાલે કહ્યું કે 16થી 22 ડિસેમ્બર એક સપ્તાહ સુધી વાદળછાયુ વાતારવણ આવતા મહત્તમ તાપમાન ઘટશે અને ઠંડીમાં પણ ઘટાડો જોવા મળી શકે છે. તો 23 ડિસેમ્બર બાદ હાડ થીજવતી ઠંડી પડશે.
ગુજરાતમાં કડકડતી ઠંડી પડી રહી છે આગામી ૨ દિવસ ઉત્તર ગુજરાત અને કચ્છમાં કોલ્ડ વેવની મોટી આગાહી છે.આગામી દિવસોમાં હજું ઠંડીનું પ્રમાણ વધવાની શક્યતા છે દિવસના સમયે પણ ઠંડા પવનો જોવા મળી રહ્યાં છે. તો આગામી દિવસમાં ઠંડીમાં હજુ વધારો થવાનો છે. ઉત્તર ભારતમાં થઈ રહેલી હિમવર્ષાને કારણે પણ ગુજરાતમાં ઠંડી વધી રહી છે. આ વચ્ચે અંબાલાલ પટેલે આગાહી પણ કરી છે.
અંબાલાલ પટેલે ફરી વાવાઝોડાની આગાહી કરી છે ૧૬ થી ૨૦ ડીસેમ્બરમાં ફરી અરબી સમુદ્રમાં લો પ્રેશર સિસ્ટમ બનવાની શક્યતા છે જેની અસર ગુજરાતમાં જોવા મળશે, ૧૬ ડીસેમ્બર બાદથી દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં પલટો આવવાની શક્યતા છે.સાથે થોડી ઠંડીનું પ્રમાણ ધટી શકે છે.
રાત્રે અને વહેલી સવારે ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે તો દિવસભર ઠંડા પવનો ફૂંકાઈ રહ્યાં છે.જેના કારણે ગુજરાતમાં કડકડતી ઠંડીનો રાઉન્ડ જોવા મળશે. સાથે અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે ૨૨ ડીસેમ્બર થી મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે જેના કારણે ડીસેમ્બરના એડમા ગોલ્ડ વેવ ની સંભાવના છે.આ સાથે અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે જાન્યુઆરી મહિનામાં ભયંકર ઠંડી જોવા મળશે અને ગુજરાતમાં માર્ચ મહિના સુધી માવઠા જોવા મળશે તેવી શક્યતા છે.