દેશના કપાસ વાવેતરમાં ખાચો પડયો હોવાનાં રિપોર્ટથી કોટન બજારમાં ધીમો કરંટ શરૂ થયો છે. એમાંય કેટલાક રાજ્યો સહિત ગુજરાતનો કપાસ ભારે વરસાદથી પ્રભાવીત થયો છે. ગુજરાત સહિત દેશમાં કપાસનું ઉત્પાદન ઘટવાનું ચિત્ર ઉભું થયું છે. આજ બે મહિના પહેલા સારા કપાસમાં બજારો માંડ રૂ.૧૫૦૦ને ટચ થતી હતી, તે વધીને રૂ.૧૭૦૦ની સપાટીને આંબી ગઈ છે. ગુજરાતનાં કપાસ વાવેતર અને ઉત્પાદનમાં સૌરાષ્ટ્રનો હિસ્સો મહત્વનો છે.
સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં માપેમેળે વરસાદ પડયો હતો, ત્યાં ફુલ ફાલ ખરી જવા સિવાય કપાસની રોનક ભરકરાર રહી ગઇ છે. જે ખેતરોમાં કપાસનો પાક ખાલી લંવાયો હતો, એ કપાસને પાલર પાણી ઉતાર્યા પછી તુરંત વનક ફરી કે ફરી ગઈ છે. જ્યાં કપાસના ખેતરમાં છોડનો સૂકારો બેસી ગયો છે, એવા ખેડૂતોએ સરકારી કૃષિ વિભાગનો સર્વે આવી ગયા પછી કપાસ કાઢી પણ નાખ્યો છે. એક તો કપારા વાવેતરમાં ખાંચો, એમાં કપાસ કાઢી નાખવાથી ઔર ખાંચો પડ્યો છે. તેથી કપાસ ઉત્પાદનનાં અંદાજીત આંકડા નીચે સરકી રહ્યાં છે
કપાસની બજારમાં ધીમી ગતિએ સતતં કરંટ જોવા મળી રહ્યો છે દરેક માર્કેટ યાર્ડમાં ધીમી ગતીએ નવા કપાસની આવક વધવા સામે બજારોમાં સુધારો થઈ રહ્યોં છે. રાજકોટ યાર્ડમાં આઠેક દિવસ પહેલા ૫૦૦૦ મણ આવક સામે આજે તા.૧૮, સપ્ટેમ્બરનાં રોજ ૯૨૫૦ મણ કપાસની આવક સામે ભાવ નીચામાં રૂ.૧૪૦૦ થી ઉંગામાં રૂ.૧૭૨૧ની સપાટએ વેપાર થયા છે.