છેલ્લા બે સપ્તાહથી રૂ બજારમાં સતત ઘટાડા સાથે વેપાર થતો જોવા મળ્યો છે. આ સમયગાળા દરમિયાન રૂ ગાંસડીના ભાવમાં ખાંડીએ રૂ.1400 સુધીનો ઘટાડો નોંધાયો છે. હાલની સ્થિતિએ 29એમએમ રૂ ગાંસડીના ભાવ ઘટીને રૂ.53000ની સપાટીએ આવી ગયા છે. રૂ બજારમાં થયેલ ઘટાડાની અસરથી કપાસના ભાવ પણ ઘટ્યા છે. હાલની સ્થિતિએ રૂ.1250થી રૂ.1500ની સપાટીની વચ્ચે કપાસમાં વેપાર થઇ રહ્યો છે.
કપાસની આ સિઝન દેશના ખેડૂતો માટે અનેક રીતે પડકારજનક રહી છે. પ્રતિકુળ હવામાનના કારણે ઉત્પાદન ઓછુ મળ્યુ અને બીજી તરફ વૈશ્વિક પરિબળોની અસરથી ભાવ પણ નીચા રહ્યા છે. હાલની સ્થિતિએ દેશમાં અંદાજે 150 લાખ ગાંસડી રૂની આવક થઇ છે. જેમાંથી 40 ટકા આસપાસ એટલે કે 60 લાખ ગાંસડીથી વધુ ખરીદી ટેકાના ભાવે થઇ છે.
વૈશ્વિક સ્તરે રૂ બજારમાં સતત ઘટાડા સાથે વેપાર થતો જોવા મળ્યો છે. ન્યુયોર્ક કોટન વાયદામાં હાલની સ્થિતિએ 67 સેન્ટની સપાટીની આસપાસ વેપાર થઇ રહ્યો છે. વૈશ્વિક સ્તરે ઉત્પાદન વધવાના અને માંગ પ્રમાણમાં ઓછી રહેવાના રજુ થયેલ અંદાજોની અસર ન્યુયોર્ક કોટન વાયદા ઉપર જોવા મળી છે. વૈશ્વિક બજારની અસરથી ભારતીય બજારમાં પણ મંદી તરફી માહોલ યથાવત રહ્યો છે.
રૂ ગાંસડીના ભાવ હાલની સ્થિતિએ ઘટીને રૂ.53400ની સપાટીએ આવી ગયા છે. કપાસના ભાવમાં રૂ.1225થી રૂ.1525ની સપાટી લાંબા સમયથી જોવા મળી છે. સામાન્ય વધઘટમાં કપાસ બજાર ચાલી રહ્યુ છે. આ સિઝનમાં અત્યાર સુધીમાં સૌથી વધુ ખરીદી ટેકાના ભાવે થઇ છે. હવે આગામી દિવસોમાં કપાસની આવક ક્યા સ્તરે જળવાય રહે છે એ પરિબળ મહત્વપૂર્ણ સાબિત થઇ શકે છે.
અમેરિકામાં માર્ચ પ્રારંભથી કપાસ વાવેતરની સિઝન શરૂ થાય છે. આગામી સિઝને અમેરિકામાં ૫ ટકા વાવેતર ઘટવાની બજારમાં વાતો થઇ રહી છે. કદાચને એવું બને તો પ્રતિમણ રૂ.૨૫ થી રૂ.૩૦નો સુધારો થઇ શકે છે. હાલ બજારમાં એવી પણ હવા ફેલાઇ રહી છે કે ૧૦, ફેબ્રુઆરીથી સીસીઆઇ કપાસની ખરીદી બંધ કરવાની છે. કેન્દ્ર સરકાર આગામી બજેટમાં ટેક્ષટાઇલ અને કાપડની નિકાસ માટે ડ્યુટી ઘટાડવા જેવા કોઇ પ્રોત્સાહક પગલા લે તો બજારમાં થોડો કરંટ આવવાની શક્યતા છેઃ