ગત સપ્તાહ દરમિયાન રૂ બજારમાં સતત મંદી સાથે વેપાર થયો અને રૂ ગાંસડીના ખાંડીએ ભાવમાં રૂ.53 હજારની સપાટી જોવા મળી હતી. જોકે, આ સપ્તાહ દરમિયાન રૂ બજારમાં સુધારા સાથે વેપાર થઇ રહ્યો છે. રૂ ગાંસડીના ભાવમાં નીચેના સ્તરેથી રૂ.500નો વધારો નોંધાયો છે અને ભાવ રૂ.53500ની સપાટીએ પહોંચ્યા છે. કપાસના ભાવમાં રૂ.1250થી રૂ.1500ની સપાટીની વચ્ચે વેપાર થઇ રહ્યો છે.
આ સિઝન દરમિયાન કપાસના ભાવમાં ટેકાના ભાવથી પણ નીચી સપાટી જોવા મળી છે. સિઝનના પ્રથમ ચાર મહિનામાં અત્યાર સુધીમાં 160 લાખ ગાંસડી આસપાસ રૂની આવક થઇ હોવાનો અંદાજ છે. જેમાં લગભગ અડધાથી પણ વધુ ખરીદી ટેકાના ભાવે થઇ છે.
સૌરાષ્ટ્રના ગામડા બેઠા એકદમ સારી કવોલીટીવાળા અને પૂરા ઉતારાવાળા કપાસના મણના રૂ.૧૪૦૦ આસપાસ બોલાય છે. જીનપહોંચ સારી કવોલીટીન કપાસના વધીને રૂ.૧૩૦૦ થી ૧૬૦૦ થયા હતા પણ તેમાં ગયા સપ્તાહે રૂ.૩૦ થી ૩૫ ઘટી ગયા હતા. આ સપ્તાહમાં કપાસના બજારમાં ઉછાળો નોંધાયો છે સૌથી વધુ ભાવ માણાવદર માર્કેટમાં ૧૫૮૦ ભાવ જોવા મળી રહ્યો છે. બે- ત્રણ દિવસ થી કપાસમાં તેજી જોવા મળી રહી છે.
અત્યારે ખેડૂતો ઓછાં ભાવમાં કપાસ કાઢવા તૈયાર નથી સાથે જીનરો વધુ ભાવમાં લેવાં તૈયાર નથી જેથી બજાર સ્થિર હતી પરંતુ ફરી ઉછાળો નોંધાયો છે આ વર્ષ કપાસના ૨૦૦૦ ભાવ થવા મુશ્કેલ છે સાથે બજાર ૧૭૦૦ સુધી ઉંચુ જાય તેવી શક્યતા છે.