છેલ્લા એક સપ્તાહથી રૂ બજારમાં મંદી તરફી સ્થિરતા સાથે વેપાર થઇ રહ્યો છે. 29એમએમ રૂ ગાંસડીના ખાંડીએ ભાવમાં રૂ.53600ની સપાટીની આસપાસ વેપાર થઇ રહ્યો છે. છેલ્લા લાંબા સમયથી રૂ ગાંસડીના ભાવમાં નીચેના સ્તરે રૂ.53 હજાર અને ઉપરના સ્તરે રૂ.54 હજાર એ બન્ને સપાટીની વચ્ચે જ વેપાર થઇ રહ્યો છે. દેશભરમાં કપાસની આવકો નોંધપાત્ર રીતે ઘટી છે.
કપાસના ભાવમાં લાંબા સમયથી રૂ.1250થી રૂ.1500ની સપાટીની વચ્ચે વેપાર થઇ રહ્યો છે. આ સિઝનમાં ભારતમાં કપાસનું ઉત્પાદન ઘટે એવી સંભાવના રજુ થઇ છે. જોકે, વૈશ્વિક પરિબળોની અસરથી ઘટેલા ઉત્પાદની અસર હજુ સુધી બજારમાં જોવા મળી નથી. રૂ નિકાસમાં નોંધપાત્ર ઘટાડો થવાની સંભાવના છે. સ્થાનિક સ્તરે જીનર્સની લેવાલી પણ પ્રમાણમાં ઓછી થઇ છે.
અમેરિકામાં કપાસનું વાવેતર નવી સીઝનમાં ૧૪.૪ ટકા ઘટવાનો અંદાજ ત્યાંની નેશનલ કોટન કાઉન્સીલે મૂક્યો હતો જો કે રૂના ઉત્પાદનમાં વાવેતર કરતાં ઘણો ઓછો ઘટાડો થવાનો અંદાજ મૂકાયો હતો.
અમેરિકામાં એક મહિના બાદ માર્ચથી કપાસનું વાવેતર શરૂ થશે જે ગત્ત વર્ષથી ૧૪.૪ ટકા ઘટવાનો અંદાજ નેશનલ કોટન કાઉન્સીલે મૂક્યો હતો જ્યારે એકસ્ટ્રા લોંગ પીમા કોટનનું વાવેતર ૨૩.૫ ટકા ઘટવાનો અંદાજ મૂકાયો હતો. નેશનલ કોટન કાઉન્સીલે અમેરિકામાં કપાસ ઉગાડતાં ૧૭ રાજ્યોનો કરેલા સર્વેમાં ખેડૂતોને ૨૦૨૪માં કપાસના ભાવ ખુબ જ નીચા મળતાં વાવેતરમાં આટલો મોટો ઘટાડો આવશે તેવું તારણ સામે આવ્યું હતું.
૨૦૨૪માં અમેરિકામાં ઉત્પાદન પામતી દરેક એગ્રીકલ્ચર કોમોડિટીના ભાવ નીચા રહ્યા હતા પણ તેમાં સૌથી વધુ નીચા ભાવ કપાસના રહ્યા હતા. અમેરિકાના ત્રણ રાજ્યો લુસાનિયા, મિસિસૂરી અને મિસિસીપીના ખેડૂતોએ કપાસને બદલે મગફળી અને મકાઇનું વાવેતર વધારવાની વાત કહી હતી જ્યારે એક રાજ્ય કનાસ એવું હતું કે ત્યાંના ખેડૂતોએ સોયાબીન અને ઘઉંને બદલે કપાસનું વાવેતર વધારવાની વાત કહી હતી. જવાર્જિવાના ખેડૂતોના સર્વે દરમિયાન ૨૧.૫ ટકા કપાસનું વાવેતર ઘટશે જે છેલ્લા ૨૯ વર્ષનું સૌથી નીચું હશે.
અમેરિકામાં સૌથી વધુ કપાસનું ઉત્પાદન કરતાં ટેક્સાસમાં કપાસનું વાવેતર ૧૫.૮ ટકા ઘટવાનો અંદાજ છે. ટેક્સાસના ખેડૂતો કપાસને બદલે મગફળી, મકાઈ અને ઘઉંનું વાવેતર વધારશે. કપાસનું વાવેતર ઘટાડા જેટલો ઉત્પાદનમાં ઘટાડો નહીં થાય તેવું નેશનલ કોટન કાઉન્સીલનો અંદાજ છે. નવી સીઝનમાં રૂનું ઉત્પાદન ૧૭૮.૨૪ લાખ ગાંસડી (૧૭૦ કિલોની ગાંસડી) થવાનો અંદાજ મૂકાયો છે જે ચાલુ વર્ષે ૧૮૪.૮ લાખ ગાંસડી રૂનું ઉત્પાદન થયું છે આમ રૂના ઉત્પાદનમાં ૧૪.૪ ટકા ઘટાડાના અંદાજ સામે રૂનું ઉત્પાદન માત્ર ૩.૫૫ ટકા જ ઘટવાનો અંદાજ છે.
ચીનના રૂ વાયદા મંગળવારે વધ્યા હતા જયારે કોટનયાર્ન વાયદા મિક્સ રહ્યા હતા. ચીનનો રૂ માર્ચ વાયદો ૮૫ યુઆન વધીને ૧૩,૮૦૦ યુઆન,મે વાયદો ૮૫ યુઆન વધીને ૧૩,૮૭૦ યુઆન અને જુલાઈ વાયદો ૮૦ યુઆન વધીને ૧૩,૮૮૫ યુઆન બંધ રહ્યો હતો જ્યારે કોટનયાર્ન માર્ચ વાયદો ૪૦ યુઆન વધીને ૨૦,૧૫૦ યુઆન અને મેં વાયદો પાંચ પુઆન ઘટીને ૨૦,૦૨૫ યુઆન બંદ રહો હતો.
સીસીઆઇએ રૂના ભાવ મંગળવારે જાળવી રાખ્યા હતા. સીસીઆઇએ અમદાવાદ-રાજકોટ માટે ૨૮ મિમિ. લેન્થવાળા રૂના રૂ।.૫૧,૦૦ ઓફર કર્યા હતા જ્યારે મહારાષ્ટ્રના ૩૦ મિમિ. રૂના ભાવ રૂા.૫૨,૪૦૦ અને ૨૮ મિમિ.ના રૂા.૫૧,૦૦૦ ઓફર કર્યા હતા. સીસીઆઇની મંગળવારે કુલ ૬૦૦ ગાસંડી વેચાઇ હતી જેમાથી મિલોએ ૪૦૦ ગાંસડી અને વેપારીઓએ ૨૦૦ ગાંસડી ખરીદી હતી.