ગુજરાતમાં શિયાળાએ દસ્તક આપી દિધી છે પરંતુ હજુ સુધી ગુજરાતમાં જોઈએ તેવી કડકડતી ઠંડી જોવા મળી રહી નથી પરંતુ શિયાળ દરમિયાન બંધાતા કશને આધારે પણ આગામી ચોમાસાની આગાહી કરવામાં આવતી હોય છે હવામાન નિષ્ણાત પરેશ ગૌસ્વામીએ કસના આધારે આગામી 2025 નું વર્ષ કેવું રહેશે તેને લઈને આગાહી કરી છેઅને ચોમાસું કેવું રહેશે કેવો વરસાદ પડશે અને ચોમાસાની શરૂઆત ક્યાંથી થશે તેના વિશે જણાવ્યું હતું.
પરેશ ગૌસ્વામીએ કસના આધારે આગાહી કરતા જણાવ્યું હતું કે આકાશમાં લિસોટા થય જાય અને સંધ્યા સમયે આખું આકાશ એકદમ લાલ થય થાય તેને કસ બંધાણો કહેવાય.
આ વર્ષે કશની શરૂઆત મોડી થઈ છે. સામાન્ય રીતે દિવાળી વખતે જ કશ થવાનું ચાલુ થઇ જતું હોય છે. આ વર્ષે ખૂબ મોડું કશ થવાનું શરૂ થયું છે. અત્યારે નવેમ્બર મહિનાના અંતમાં કસ થવાનું શરૂ થયું છે. જેનાં કારણે તે એવું દર્શાવે છે કે આગામી 2025 નું ચોમાસું થોડુંક મોડું થશે તેવી શક્યતા છે.
જૂન મહિનાના અંતમાં તો ચોમાસાની શરૂઆત થઈ જ જશે. પરંતુ ચોમાસાની શરૂઆત ધમાકેદાર થાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. ચોમાસું સારું રહે અને શરૂઆત ધમાકેદાર રહે તેવા સંકેતો મળી રહ્યા છે સાથે આગામી વર્ષ 101 ટકા થાય તેવી શક્યતા દેખાઈ રહી છે. અને મધ્યમ ચોમાસું રહે તેવી શક્યતા છે.