ગાત્રો થ્રીજવતી ઠંડી ને લઈ અંબાલાલ પટેલની નવી આગાહી સામે આવી છે અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે કડકડતી ઠંડી યથાવત રહેશે, નલિયામાં, થરાદ, ઈડર, વડાલી,વાવ, રાધનપુર, અંબાજી, ધાનેરા, પાટણ, મહેસાણા બનાસકાંઠા જિલ્લામાં તાપમાનનો પારો ૧૦ ડીગ્રી સેલ્સિયસ કરતા નીચો રહેશે. જ્યારે અમદાવાદ ગાંધીનગર વડોદરા પંચમહાલ જિલ્લામાં ૧૦ આસપાસ તાપમાન રહેશે, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ૧૦-૧૪ ડીગ્રી સેલ્સિયસ તાપમાન નીચું રહેશે.
અંબાલાલે વધુમાં જણાવ્યુ હતુ કે, ડિસેમ્બરના અંતમાં ભારે ઠંડી પડશે. 22 થી 31 સુધી કડકડતી ઠંડી પડશે. જાન્યુઆરીમાં કાતિલ ઠંડી પડશે.પાંચ દિવસ લઘુત્તમ પારો 2.4 ડિગ્રી વધવાની શક્યતાઓ વ્યક્ત કરી હતી, સાથે ૨૦ ડીસેમ્બર સુધી લધુત્તમ તાપમાન વધ-ધટ જોવા મળશે તેવી શક્યતા દેખાઈ રહી છે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે માવઠું થવાની આગાહી કરી છે. તેમણે જણાવ્યુ છે કે ડિસેમ્બરના ત્રીજા સપ્તાહમાં બંગાળ ઉપસાગરમાં સિસ્ટમ બનવાની શકયતા છે. જેના કારણે દક્ષિણ ભારત અને તમિલનાડુમાં કમોસમી વરસાદ વરસશે. તો આ તરફ ગુજરાતના અનેક ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના છે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં માવઠું પડી શકે છે. જાન્યુઆરી મહિનામાં રાજ્યમાં હાડ થીજવતી ઠંડી પડવાની પણ તેમણે આગાહી કરી છે.