કાળા તલની બજારમાં તેજીનો ચમકારો યથાવત છે અને ભાવ સતત વધી રહ્યાં છે. કાળા તલમાં આગામી દિવસોમાં હવે તેજી અટકવી જોઈએ તેવું વેપારીઓ માને આગળ ઉપર કેવા વારો થાય છે તેના ઉપર આધાર રહેલો છે. કાળા તલમાં વેચવાલી એકદમ ઓછી છે અને સામે ડિમાન્ડ ઝડપી નીકળી છે. ઠંડીને કારણે ખાનાર વર્ગની ઘરાકી પણ સારી હોવાથી બજારને ટેકો મળી રહ્યો છે.
સફેદ તલની બજારો આજે સ્ટેબલ હતીઅને વેચવાલી પણ સ્ટેબલ રહી હતી. સફેદમાં ડોમેસ્ટિક ઘરાકી આવશે તો સુધારો આવી શકે છેસાઉથના નવા ક્રોપમાં ગોલ્ડન યેલો શોર્ટેક્સ તલનો ભાવ ઓલ ડિસેમ્બર ડિલીવરી રૂ.૧૭૫ પ્રતિ કિલોના ભાવ મુન્દ્રા પહોંચના હતા.
રાજકોટમાં સફેદ તલની ૨૫૦૦ કટ્ટા ની આવક હતી અને ભાવ મીડિયમ હલ્દ ના રૂ.૨૦૦૦ થી ૨૧૨૫, બેસ્ટ હલ્દ માં ૨૧૭૫ થી ૨૨૭૫ અને ઉનાળું હલ્દ નો ભાવ રુ.૨૧૦૦ થી ૨૨૫૦ હતો. પ્યોર કરિયાણા બર સફેદ તલમાં રુ.૨૫૫૦ થી ૨૬૦૦ હતા.
રાજકોટમાં કાળા તલનો ભાવ રુ.૪૦ થી ૫૦ વધ્યા હતા. ઝોડ પ્રિમીયમ ક્વોલિટી માં રુ.૪૩૦૦ થી ૪૩૭૫ , ઝોડ બ્લેક માં રુ.૪૧૭૫ થી ૪૨૭૫ અને એવરેજ ભાવ રુ.૩૪૦૦ થી ૪૦૫૦ હતા. રાજકોટમાં ૧૫૦ કટ્ટા ની આવક હતી.