સફેદ તલની બજારો સ્ટેબલ હતી, પરંતુ કાળા તલની બજારમાં ભાવ તૂટી ગયા હતા. ત્રણ દિવસમાં આવેલી તેજીમાં આજે ખાડો પડ્યો હતો અને એક જ દિવસમાં રૂ. ૩૦૦ તુટી ગયા હતા. તલની બજારમાં આગામી દિવસોમાં વેચવાલી કેવી આવે છે તેના ઉપર આગળની બજારનો આધાર રહેલો છે. હાલના તબક્કે કોઈ મોટી મુવમેન્ટ સફેદમાં નથી, પરંતુ કાળા તલમાં અફરાતફરી ચાલુ રહે તેવી સંભાવનાં દેખાય રહી છે.
રાજકોટમાં સફેદ તલની ૮૦૦ કટ્ટાની આવક હતી અને યાર્ડમાં કુલ 1400 કા પેન્ડિંગ પડયાં છે. ભાવ મિડીયમ હલ્દમાં રૂ.૧૬૦૦થી ૧૮૦૦, ભેસ્ટ હલ્દમાં રૂ.૧૮૦૦થી ૨૦૦૦ અને પ્યોર કરિયાણાબર સફેદ તલમાં રૂ.૨૩૦૦ થી ૨૩૫૦ ભાવ હતા.
રાજકોટમાં કાળા તલના ભાવ રૂ.૩૦૦ ઘટયા હતા. ઝેડ પ્રીમિયમ કવોલિટીમાં રૂ.૫૪૦૦થી ૫૫૦૦, ઝેડ બ્લેકમાં રૂ.૪૮૦૦થી ૫૩૦૦ અને એવરેજ ભાવ રૂ.૩૫૦૦થી ૪૬૦૦ હતા. રાજકોટમાં ૩૫૦ બોરીની આવકો હતી.
સાઉથના નવા ક્રોપમાં ગોલ્ડન વેલ્લો ક્વોલિટીના ભાવ મુન્દ્રા પહોંચમાં રૂ.૧૫૮ પ્રતિ કિલોના હતા. એમ. પી. યુ.પીના હલ્ડ સેમીનો ભાવ રૂ.૧૪૬ હતો.