ગુજરાતમાં ઠંડી જામતી જોવા મળી રહી છે ત્યારે પહેલી વાર નલિયા અને નમૅદા જિલ્લામાં ૭.૫ ડીગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું.સાથે ગુજરાતના તમામ જિલ્લાઓમાં ગય કાલથી પવનની ગતિ માં વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે હવામાન નિષ્ણાત પરેશ ગૌસ્વામીએ આગામી દિવસોમાં ગોલ્ડ વેવ અને પવનની આગાહી કરી છે.
પરેશ ગૌસ્વામીએ તેની યુટ્યુબ ચેનલ પર ઠંડી પવન અને માવઠાની માહિતી આપતા જણાવ્યું હતું કે હમણાં ગુજરાતમાં કોઈ માવઠાની સંભાવના નથી , અત્યારે સાંજ દરમિયાન કસરુપી વાદળો જોવા મળશે. આ સાથે પરેશ ગૌસ્વામીએ પવન અને ઠંડીના રાઉન્ડ ની પણ માહિતી આપી હતી.
પરેશ ગૌસ્વામીએ જણાવ્યું હતું કે ગઈકાલથી કડકડતી ઠંડી જોવા મળી રહી છે ધણા વિસ્તારમાં તાપમાન ૧૦ ડીગ્રી સેલ્સિયસ કરતા નીચું જોવા મળી રહ્યું છે આ કડકડતી ઠંડીનો રાઉન્ડ ૧૫ ડિસેમ્બર સુધી ચાલશે, ખાસ કરીને કચ્છમાં નલીયા રાપર ભુજ ભચાઉ થરાદ ડીસા વાવ ભાભર ઈડર ધાનેરા જેવાં ભાગોમાં ૭ ડીગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાશે. બાકીના વિસ્તારોમાં ૧૦ ડીગ્રી સેલ્સિયસ તાપમાન જોવા મળશે તેવી શક્યતા છે.
આ સાથે પરેશ ગૌસ્વામીએ ગોલ્ડ વેવ ના રાઉન્ડ ની પણ માહિતી આપી હતી જેમાં જણાવાયું હતુ કે ૧૬ થી ૨૦ ડીસેમ્બરમાં એક મોટું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે જેના કારણે ૨૦ ડીસેમ્બર થી ગાત્રો થીજવતી ઠંડી પડશે તેવું અનુમાન છે. કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ૫ ડીગ્રી સેલ્સિયસ તાપમાન જોવા મળશે તેવી શક્યતા છે. અને આ રાઉન્ડ ડીસેમ્બર પુરો થાય ત્યાં સુધી રહેશે.
તે ઉપરાંત પવનની આગાહી કરી હતી જેમાં ગઈકાલે થી પવનની ગતિ માં વધારો થયો છે આ વધારો ૧૫ તારીખ સુધી રહેશે મોટા ભાગના જિલ્લામાં ૨૦ થી ૨૫ કીમી પ્રતી કલાકની ઝડપે પવન ફૂંકાશે જેના કારણે બપોર દરમિયાન પણ ઠંડી જોવા મળશે. ઉત્તર ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતાં ત્યાંના ઠંડા પવનો આવી રહ્યા છે જેના કારણે ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ વધું છે.