શિયાળામાં વારંવાર વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે અને તેના કારણે જ તાપમાનમાં વધઘટ પણ થઈ રહ્યુ છે. જોકે, હાલ ઠંડીનું પ્રમાણ ઓછું થઈ રહ્યુ છે. ફરી એક વખત વેસ્ટન ડિસ્ટર્બન્સ સક્રિય થઈ રહ્યું છે અને તેના કારણે ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે. ગુજરાતના હવામાન અંગે નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ અને કરા સાથેની આગાહી કરવામાં આવી છે તે જોઈએ. શિયાળુ પાક તૈયાર થઈ જવાની સ્થિતિમાં છે તેવા સંજોગોમાં વાતાવરણમાં પલટો અને માવઠાની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી છે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે બેક ટુ બેક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યા છે સાથે બંગાળની ખાડીમાં અને અરબી સમુદ્રમાં ભેજના કારણે ગુજરાતમાં ૦૨ થી ૦૫ ફેબ્રુઆરીમાં વાતાવરણમાં પલટો આવશે અને સાથે ભારે પવન સાથે ગુજરાતના ધણા વિસ્તારમાં કમોસમી વરસાદ પડી શકે છે.
03 ફેબ્રુઆરી ક્યાં ક્યાં વિસ્તારમાં માવઠું
અંબાલાલ પટેલની આગાહી મુજબ ઉત્તર ગુજરાતમાં થરાદ, વાવ રાધનપુર, અંબાજી, ધાનેરા, પ્રાંતિજ, તલોદ, વડાલી, ઈડર, ઇકબાલગઢ, નેનવા, મહેસાણા, પાટણ, વિસનગર, સાબરકાંઠા, બનાસકાંઠા જિલ્લાના ભાગોમાં વરસાદની સંભાવના છે.સાથે અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, ખેડા, દાહોદ, છોટાઉદેપુર, પંચમહાલ, અરવલ્લી અને મહીસાગર જિલ્લામાં પણ ગાજવીજ સાથે માવઠું વરસશે.
04 ફેબ્રુઆરી ક્યાં ક્યાં વિસ્તારમાં માવઠું
સૌરાષ્ટ્રમાં ભાવનગર, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, દ્વારકા, રાજકોટ, અમરેલી, જુનાગઢ જિલ્લામાં માવઠાની આગાહી કરી છે સાથે દક્ષિણ ગુજરાતમાં સુરત, ભરૂચ નમૅદા જિલ્લામાં પણ અમુક વિસ્તારોમાં ઝાપટાં પડી શકે છે.
05 ફેબ્રુઆરી ક્યાં ક્યાં વિસ્તારમાં માવઠું
ગુજરાતમાં ત્રણ દિવસ માવઠાની સંભાવના છે જેમાં વધુ વરસાદની સંભાવના ઉત્તર ગુજરાતમાં, મધ્ય પૂર્વ ગુજરાતમાં હળવાથી મધ્યમ ઝાપટાં પડી શકે છે જ્યારે સૌરાષ્ટ્રમાં છુટાછવાયા વિસ્તારમાં હળવા ઝાપટાં પડી શકે છે કચ્છમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે સાથે દક્ષિણ ગુજરાતમાં પણ વાદળછાયું વાતાવરણ જોવા મળશે તેવી શક્યતા છે.