ગુજરાતમાં ડિસેમ્બર મહિનો શરૂ થતાં જ શિયાળાએ જોર પકડ્યું છે, હવે રાજ્યમાં ધીમે ધીમે ઠંડી વધી રહી છે. ત્યારે હવામાન આગાહીકાર અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે. આવનારા સમયમાં ઠંડીને લઈને કેવું વાતાવરણ રહેશે તે અંગે જણાવ્યું હતું.
અંબાલાલ પટેલે જણાવ્યું કે, આજથી ઠંડીનું મોજું ફરી વળવાની શક્યતા રહેશે. આ ઉપરાંત, ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં જેમાં થરાદ, વાવ, રાધનપુર, અંબાજી, ધાનેરા, ઈડર,વડાલી,મહેસાણા, સાબરકાંઠા, બનાસકાંઠા સહિતના જિલ્લાઓમાં કાતિલ ઠંડીનો ચમકારો જોવા મળી શકે છે.સાથે કચ્છમાં નલીયા રાપર ભુજ ભચાઉ ધોળાવીરામા લધુત્તમ તાપમાન ૮ ડીગ્રી નોંધાશે.જોકે, આ સમય દરમિયાન હિમ પવનો જોવા મળવાની શક્યતા જોવા મળી રહી નથી.
ત્યાર બાદ ૧૫ ડીસેમ્બર બાદથી ઠંડીમાં ફરી ધટાડો જોવા મળશે, અને મહત્તમ તાપમાન ઊંચું જાય તેવી શક્યતા છે. કારણે કે અરબી સમુદ્રમાં અને બંગાળની ખાડીમાં લો પ્રેશર સજૉવાની સંભાવના છે. જેના કારણે ફરી દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ જામશે તેવી શક્યતા છે.
આગામી 23 તારીખથી ફરી કાતિલ ઠંડીને વેગ મળી શકે છે. આ સાથે ડિસેમ્બરના અંત સુધીમાં ગાત્રો થીજવતી ઠંડીની આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. આ સાથે, જાન્યુઆરીની શરૂઆતથી જ ઠંડીનો ચમકારો ચરમસીમા પર જોઈ શકાય તેવી પણ આગાહી તેમના દ્વારા કરવામાં આવી છે.