ગુજરાતમાં હવે પવનના સુસવાટા સાથે ઠંડીનું જોર વધી રહ્યું છે. રાજ્યના અનેક વિસ્તારોમાં લઘુત્તમ તાપમાનનો પારો 15 ડિગ્રીથી નીચે જઈ રહ્યો છે. ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતના વાતાવરણ અંગે અનેક આગાહીઓ કરી છે. તેમણે જણાવ્યું છે કે, રાજ્યમાં વાદળછાયા વાતાવરણ સાથે કમોસમી વરસાદ થવાની અને ગાત્રો થીજવતી ઠંડી પડવાની સંભાવના છે. આ સાથે તેમણે બરફના તોફાનો અંગે પણ આગાહી કરી છે.
અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે આગામી ૪૮ કલાકમાં મહત્તમ તાપમાનમાં વધારો થશે, સાથે ગુજરાતમાં ૨૦ તારીખ સુધી ઠંડીમાં વધ-ધટ જોવા મળશે તેવી શક્યતા છે. તેમજ ૧૭ થી ૨૨ ડિસેમ્બરમાં એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતા છે જેના કારણે ગુજરાતમાં ગાત્રો થ્રીજવતી ઠંડી પડશે તેવું અનુમાન છે.
આ સાથે અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે બંગાળના ઉપસાગરમાં ૨૫ ડીસેમ્બર બાદ એક લો પ્રેશર બનશે આ સિસ્ટમ અરબી સમુદ્રમાં આવતા ડીસેમ્બર અને જાન્યુઆરી મહિનામાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે તેવી શક્યતા છે.
ડિસેમ્બર મહિનામાં પણ હવામાનમાં પલટો આવશે. આગામી 48 કલાક સુધી ઠંડી રહેશે, પરંતુ 17 ડિસેમ્બર બાદ લઘુત્તમ તાપમાન ધીમે-ધીમે વધવા લાગશે. જો કે ઉત્તર ગુજરાત અને પંચમહાલના ભાગોમાં લઘુત્તમ તાપમાન 15 ડિગ્રીની આસપાસ રહેશે. જ્યારે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં લઘુત્તમ તાપમાન સામાન્ય વધીને 18 થી 20 ડિગ્રી સુધી જઈ શકે