ગુજરાત ઉપર મોટી આફત આવશે, ભારે વરસાદ સાથે તોફાની વાવાઝોડાની આગાહી

ગુજરાત ઉપર મોટી આફત આવશે, ભારે વરસાદ સાથે તોફાની વાવાઝોડાની આગાહી

ભારે વરસાદ સાથે વાવાઝોડાની આગાહી 

ગુજરાત પર એક મોટું વાવાઝોડું ત્રાટકી શકે છે. જી હા, ભારત સરકારના હવામાન વિભાગે ચેતવણી જાહેર કરી છે કે આવતા અઠવાડિયા બંગાળની ખાડીમાં એક ભયાનક વાવાઝોડું આકાર લઈ રહ્યું છે અને તેનાથી ઓડિશા, મહારાષ્ટ્ર તેમજ આપણું ગુજરાત પ્રભાવિત થશે. ૨૬ મેથી ૪ જૂન દરમિયાન ગુજરાતમાં વાવાઝોડાની અસર જોવા મળશે અને ભારે વરસાદ પણ પડશે. પશ્વિમ બંગાળમાં ૧૦૦થી ૧૨૦ કિમીની ઝડપે પવન ફૂંકાવાની આગાહી આપવામાં આવી છે. 

૧૦૦-૧૨૦ કિમીની ઝડપે પવન ફૂંકાશે, મે મહિનાના અંતમાં ગુજરાત પર ત્રાટકશે વાવાઝોડું, ૬ દિવસ બાદ બંગાળની ખાડીમાં ચક્રવાત આકાર પામશે..
જાણીતા આગાહીકાર અંબાલાલ પટેલે પણ ગુજરાતમાં વરસાદ સાથે ભારે તોફાનની આગાહી આપી છે. ૨૨મી મેની આસપાસ બંગાળની ખાડીમાં ભીષણ ચક્રવાત આકાર લેશે અને મે મહિનાના અંતમાં કે જૂન મહિનાની શરૂઆતમાં આ વાવાઝોડું ગુજરાત પર ત્રાટકશે. તો એક વાવાઝોડાની નુકસાનીનો સર્વે પૂરો નથી થયો ત્યાં તો ગુજરાત
પર વધુ એક ચક્રવાતનો ખતરો મંડરાઈ રહ્યો છે. દેશમાં સત્તાવાર રીતે ચોમાસાનું આગમન થઈ ગયુ છે. આંદામાન-નિકોબાર ચોમાસું બેસી ગયું છે. પરંતુ તે પહેલા ગુજરાતમાં વાવાઝોડાની એન્ટ્રી થશે. મે મહિનાના અંતમાં કે જૂનની શરૂઆતમાં ગુજરાત પર વાવાઝોડું ત્રાટકશે. આવતા અઠવાડિયે બંગાળની ખાડીમાં આ ચક્રવાત આકાર લેશે. તોફાની વાવાઝોડાથી ઓડિશા, મહારાષ્ટ્ર અને ગુજરાત પ્રભાવિત થશે. અંબાલાલ પટેલે આગાહી કરી કે, ૨૬મેના રોજ પશ્ચિમ બંગાળમાં ભારે ચક્રવાતની શક્યતા છે. પશ્ચિમ બંગાળમાં ૧૦૦- ૧૨૦ કિમીની ઝડપે પવન ફૂંકાશે. જો આ ચક્રવાત ઓમાન તરફ ન ફંટાય તો સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં વરસાદ પડી શકે છે.
અંબાલાલ પટેલે કહ્યું કે, ૨૬ મે ના રોજ પશ્ચિમ બંગાળમાં ભારે ચક્રવાતની શક્યતા છે. દક્ષિણ પૂર્વીય તટો ઉપર તેની ભારે | અસર થશે. પશ્ચિમ બંગાળમાં ભારે વરસાદની શક્યતા છે. આ સમયે ૧૦૦-૧૨૦ કિમીની ઝડપે પવન ફૂંકાશે. અરબસાગરમા મે મહિનાના અંતમાં જૂનની શરૂઆતમાં ચક્રવાતની અસર બનશે. ૮ જૂન બાદ આરબસાગરમાં ચક્રવાતને કારણે વીજકરંટની શક્યતા પણ છે. આંધીવંટોળ સાથે વરસાદની ગતિવિધિ સાથે શક્યતા છે. ચક્રવાત જો ઓમાન તરફ ન ફાંટાય તો સાગરના માધ્યમાં રહે તો દક્ષિણ સૌરાષ્ટ્રમાં, પશ્ચિમ ઘાટના ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે. 
આઈએમડીએ પણ કહ્યું કે, આ વેધર પેટર્ન પાછળથી ચક્રવાતમાં પરિવર્તિત થવાની સંભાવનાને નકારી શકાતી નથી. કારણ કે મેને ચક્રવાતની રચનાનો મહિનો ગણવામાં આવે છે તે ચક્રવાતમાં ફેરવાશે કે નહીં તેની પુષ્ટિ કરવી ખૂબ જ વહેલું છે. જો ચક્રવાત રચાય છે તો ચોમાસાની પ્રગતિ પર તેની અસરની હજુ સુધી આગાહી કરી શકાતી નથી. કારણ કે તે તેના ટ્રેક અને તીવ્રતા પર નિર્ભર રહેશે.
 આઈએમડીએ પણ કહ્યું કે, ૨૨ મેની આસપાસ દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડી પર હવાના નિમ્ન દબાણનો વિસ્તાર બનતો જોવા મળે છે. આનાથી કેરળમા ચોમાસું આગળ વધશે.
આજના તમામ માર્કેટ યાર્ડ ના કપાસના બજાર ભાવ ,જાણો આજના 21-05-2024 ના કપાસ ના ભાવ , તાજા કપાસ ના ભાવ
ગુજરાતમાં આંધી -વંટોળ સાથે વરસાદ ત્રાટકશે, ચોમાસા પહેલા બે વાવાઝોડા સજાૅશે, અંબાલાલ પટેલની આગાહી
Instagram
YouTube
WhatsApp

Recent Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Fill out this field
Fill out this field
Please enter a valid email address.
You need to agree with the terms to proceed

keyboard_arrow_up