પરેશ ગૌસ્વામીની આગાહી
Gujarat Weather paresh goswami : 11 જૂને ચોમાસાની ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થઈ ગઈ છે. ગુજરાતમાં ચોમાસું સમય કરતાં 4 દિવસ વહેલું આવ્યું છે. પરંતુ હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ ચોમાસા અંગે મહત્વની આગાહી કરી છે. તેમના પૂર્વાનુમાન મુજબ, રાજ્યમાં ચોમાસાના આગમન સાથે જ ‘મોન્સૂન બ્રેક’ની પરિસ્થિતિ બની શકે છે. આ મોન્સૂન બ્રેક શું છે? કઇ-કઇ તારીખ દરમિયાન આ સ્થિતિનું નિર્માણ થઇ શકે અને ફરી ચોમાસું ક્યારે વેગ પકડશે, તે અંગે પણ પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે.
પરેશ ગૌસ્વામીની આગાહી મુજબ ગુજરાતમાં વાવણી લાયક વરસાદની રાહ જોવી પડશે,20 તારીખ સુધી ચોમાસું નબળું રહે તેવી શક્યતા છે ત્યાંર બાદ ફરી ચોમાસું આગળ વધશે, ગુજરાતમાં 22 થી 30 જુનમાં વાવણી લાયક વરસાદની સંભાવના છે.
14 થી 20 જુનમાં વરસાદ
ગુજરાતમાં આગામી દિવસોમાં છુટાછવાયા વિસ્તારમાં વરસાદની સંભાવના છે તો અમુક જગ્યાએ વાવણી લાયક વરસાદ પડી શકે છે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મધ્યમથી હળવા વરસાદની સંભાવના છે જેમાં વલસાડ, નવસારી, ડાંગ, તાપી, સુરત, ભરૂચ, નમૅદા, દાહોદ, છોટાઉદેપુર, વડોદરા, ભાવનગર, અમરેલી, જુનાગઢ, ગીર સોમનાથ, રાજકોટ જેવા જિલ્લામાં છુટાછવાયા વિસ્તારમાં વરસાદની સંભાવના છે. જ્યારે ઉત્તર ગુજરાત મધ્ય પૂર્વ ગુજરાતમાં અમુક વિસ્તારોમાં વરસાદની સંભાવના છે.
ચોમાસું કયારે સક્રિય થશે
ચોમાસું ગુજરાતમાં 4 દિવસ વહેલું પહોંચ્યું છે અને અત્યારે નબળું પડ્યું છે આગામી 20 તારીખ સુધી ચોમાસું નિષ્ક્રિય રહે તેવી ધારણા છે ત્યાર બાદ ફરી સક્રિય થઈ ને આગળ વધશે. 22 થી 30 જુનમાં સારાં વરસાદની સંભાવના છે.
15 તારીખે ક્યાં ક્યાં જિલ્લામાં વરસાદ
ગુજરાતમાં હાલ છુટાછવાયા વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે આજથી વરસાદનું જોર વધશે તેવી શક્યતા છે 15 તારીખે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં છુટાછવાયા વિસ્તારમાં વરસાદની સંભાવના છે જેમાં ભાવનગર, જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, રાજકોટ, સુરત, વડોદરા, ડાંગ, તાપી, નવસારી, દમણ, દાદરા અને નગર હવેલી, નમૅદા, દાહોદ, છોટાઉદેપુર, પંચમહાલ, બનાસકાંઠા, અરવલ્લી,ખેડા, અમદાવાદ, ગાંધીનગર જેવા જિલ્લામાં છુટાછવાયા વિસ્તારમાં વરસાદની સંભાવના છે.