આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી એવી છે કે, 10 ડિસેમ્બરથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતા ઠંડીમાં વધારો થશે. તાપમાન 12 ડિગ્રીથી નીચું જાય તેવી શક્યતા છે. 14-18 ડિસેમ્બરે બંગાળના ઉપસગારમાં લો પ્રેશર બનતા ગુજરાતમાં વાદળવાયુ આવવાની શક્યતા છે. તો 23 ડિસેમ્બરથી મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતા ગાત્રો થીજવતી ઠંડીની શક્યતા છે. આમ, અંબાલાલ પટેલે ડિસેમ્બરમાં ફેંગલ સિવાય વધુ એક વાવાઝોડાની આગાહી કરી છે.
આ સાથે અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે ૯ ડીસેમ્બર થી ગાત્રો થીજવતી ઠંડી પડશે, અમુક વિસ્તારોમાં ૧૦ ડીગ્રી સેલ્સિયસ કરતા નીચું તાપમાન જશે, જમ્મુ કાશ્મીર લેહ લદાખ અરુણાચલ પ્રદેશ માં ભારે હિમવર્ષા થવાની શક્યતા રહે છે જેના કારણે ઉત્તર ગુજરાતમાં અને કચ્છના વિસ્તારમાં કડકડતી ઠંડી પડશે, સાથે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં તાપમાન ૧૪ ડીગ્રી આસપાસ જોવા મળશે, અમદાવાદ ગાંધીનગર વડોદરા આણંદ બોરસદ મહીસાગર જિલ્લામાં પણ ૧૦-૧૨ ડીગ્રી સેલ્સિયસ તાપમાન જોવા મળશે.
આગામી ૧૫ તારીખ સુધી કડકડતી ઠંડીનો રાઉન્ડ જોવા મળશે તો પવનની ગતિ અત્યારે નોર્મલ ચાલી રહી છે તેમાં ધણો વધારો થશે, ૧૫ થી ૨૨ ની ઝડપ નો પવન જોવાં મળશે તેની સંભાવના છે સાથે ગુજરાતનું વાતાવરણ અત્યારે સુકૂ રહેવાનું અનુમાન છે તેમજ કશ ના વાદળો જોવા મળશે.
તાપમાન ની વાત કરીએ તો સૌથી નીચું તાપમાન નલિયામાં ૧૨ ડીગ્રી સેલ્સિયસ નોંધાયું, અમદાવાદ ૧૩ ડીગ્રી, ગાંધીનગર ૧૩ ડીગ્રી, ડીસા ૧૨ ડીગ્રી, થરાદ ૧૨ ડીગ્રી સેલ્સિયસ તાપમાન જોવા મળી રહ્યું છે સૌરાષ્ટ્રના જિલ્લાઓ માં ૧૪-૧૭ ડીગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. આજથી રાત્રે લધુત્તમ તાપમાનમાં મોટો ધટાડો આવશે અને ત્યારબાદ કડકડતી ઠંડી આવતી કાલે થી જોવા મળશે તેવી આગાહી અંબાલાલ પટેલ કરી છે.