ધાણા ની બજારમાં મજબૂતાઈનો માહોલ હતો. શનિવારે ગુજરાતમાં નવા ધાણા મળીને કુલ 30 બોરીની આવક થઈ હતી અને આ સપ્તાહથી આવકમાં હજી પણ વધારો થાય તેવી ધારણા છે. ધાણાની કુલ ૨ આવવુ ગુજરાતમાં ૪૦થી ૫૦ હજાર બોરીની થાય તેવો અંદાજ છે. આવકો હવે તબક્કાવાર વધતી જશેઅને એવરેજ બજારનો ટોન્ ટોન સરેરાશ મિશ્ર દેખાય રહ્યો છે. જો નિકાસ વેપારો ચાલુ રહેશે તો ધાણાની બજારમાં ભાવ સુધરે તેવી શક્યતા છે.
ધાણા એપ્રિલ વાયદો રૂ છેલ્લે રૂ.૮૨૭૨ની સપાટી પર બંધ રહ્યો હતો.
રાજકોટમાં નવા ધાણાના ભાવ રૂ.૧૦૨૫થી ૧૪૦૦ અને સુકા કલરવાલા માલમાં ૩.૧૪૫૦થી ૧૯૫૦ હતા. સુકી પાણીનો ભાવ રૂ.૧૬૦૦થી ૨૬૫૦ વચ્ચે હતાં.
ગોંડલમાં નવા ધાણાના ભાવ ૨૦ કિલોનો રૂ.૯૦૦થી ૨૨૫૧ અને ધાણીનો ભાવ રૂ.૧૦૦૦થી ૩૧૦૦નો ભાવ હતો.ધાણાનાં નિકાસ ભાવ મુન્દ્રા ડિલીવરીના ઈગલ ક્વોલિટીમાં મશીનક્લીનના રૂ.૭૭૦૦ અને શોર્ટેક્સનો ભાવ રૂ.૭૮૦૦ હતો. જ્યારે સ્પીલ્ટ ક્વોલિટીમાં મશીન ક્લીનના રૂ.૭૨૫૦ અને શોર્ટેક્સમાં રૂ.૭૩૫૦ના હતા.
રામગંજ મંડીમાં ૧૮૦૦ અને નવા ધાણાની ૩૮૦૦ બોરીની આવક હતી અને તેમાં રૂ.૫૦ થી ૧૦૦ વધ્યા હતા. ધાણાના ભાવ બદામી રૂ.૬૪૦૦ થી ૬૮૦૦ , ઈગલમા ૬૮૦૦ થી ૭૧૦૦, સ્ટુટર ૭૨૦૦ થી ૭૫૫૦ અને કલર વાળા ના ૭૮૦૦ થી ૯૦૦૦ ના ભાવ હતા.નવા ધાણા ના ભેજવાળા માં ૫૫૦૦ થી ૬૮૦૦ અને સુકા માલના ૭૩૦૦ થી ૧૧૦૦૦ વચ્ચે હતાં.