ઉનાળાની શરૂઆત થઈ હોવાનું અત્યારે અનુભવાઈ રહ્યું છે. ત્યારે પ્રખ્યાત હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ દ્વારા આગામી દિવસોમાં ગુજરાત (Gujarat)માં માવઠા અને વાદળછાયા વાતાવરણની આગાહી કરવામાં આવી છે. આગામી 4 થી 10 માર્ચ દરમિયાન રાજ્યમાં વાતાવરણમાં મોટા પ્રમાણમાં પલટો જોવા મળી શકે છે, જે તે વિસ્તારમાં હવામાનના વિક્ષેપના કારણે બની શકે છે. નોંધનીય છે કે, આ દરમિયાન વરસાદની આગાહી કરવામાં આવી છે.
ગુજરાત રાજ્ય (Gujarat)ના કેટલાક વિસ્તારમાં ખાસ કરીને 4થી 10 માર્ચ વચ્ચે વરસાદી છાંટા પડી શકે છે, આથી રાજ્યના ખેડૂતોને તૈયાર રહેવાની સલાહ આપવામાં આવી છે. આ સમયગાળામાં અસ્થાયી વરસાદી છાંટા અને વાદળછાયા વાતાવરણની અસર રાજ્યના વિવિધ વિસ્તારોમાં જોવા મળી શકે છે. નોંધયની છે કે, 10 માર્ચ પછી હવામાનમાં પલટો થવા સાથે રાજ્યમાં આકરી ગરમીની પડવાની શક્યતાઓ છે.
ઠંડીમાં રાહત મળ્યા બાદ એકાએક ગરમીમાં ગતિ પકડી લીધી છે. હાલ છેલ્લા કેટલાક દિવસોથી દિવસનું તાપમાન નોર્મલથી ઉંચુ જ રહે છે. તાજેતરમાં જ રાજકોટ શહેરમાં તાપમાન ૩૮.૭ ડીગ્રીએ પહોચી ગયું હતું. જે દેશભરમાં સૌથી ઉંચુ તાપમાન નોંધાયેલ. ત્યારે આગામી દિવસોમાં પણ ગરમીમાં રાહત મળવાની નથી. વેધરએનાલીસ્ટ શ્રી અશોકભાઈ પટેલે જણાવ્યું છે. કે આગામી સપ્તાહમાં ગુરૂથી શની ગરમીનો નવો રાઉન્ડ આવી રહયો છે. તો આ રાઉન્ડમાં પારો પ્રથમ વખત ૪૦ ડીગ્રીને પણ વટાવી જાય તેવી શકયતા છે.
તેઓએ જણાવેલ કે ગત આપેલી આગાહી મુજબ તા.૨૫ થી ૨૮ ફેબ્રુઆરી વેસ્ટર્ન ડીસ્ટર્બન્સની અસરથી નોર્થ ઇન્ડિયામાં | બરફવર્ષા થઈ હતી. જયારે સૌરાષ્ટ્રના કચ્છ, ગુજરાતમાં તાપમાન ૩૬ થી ૩૮ની રેન્જમાં આવી જશે તે અનુસંધાને રાજકોટનું મહતમ તાપમાન ૩૮.૭ ડીગ્રીએ પહોંચી ગયુ હતું. જે દેશભરમાં સૌથી ઉચું તાપમાન નોંધાયું હતું.
૧ થી ૮ માર્ચ સુધીની આગાહી કરતા જણાવેલ કે પવનની વાત કરીએ તો તા. ૪ માર્ચ સુધી પશ્ચિમ ઉત્તર પશ્ચિમના ફૂકાશે. ત્યારબાદના દિવસોમાં ઉત્તરાદી પવન ફૂંકાશે. તા. ૩ થી ૫ માર્ચ દરમ્યાન પવનની ગતી ૧૫ થી ૨૫ કિ.મી. અને બાકીના આગાહીના દિવસોમાં પવનની ઝડપ ૧૦ થી ૧૫ કિ.મી.ની રહેશે.
હાલમાં તા. ૪ માર્ચ સવાર સુધી છુટાછવાયા વાદળોની શકયતા, ત્યારબાદ વાતાવરણ ચોખ્ખુ રહેશે. તા. ૩ માર્ચ સુધી કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્રના સિમિત વિસ્તારોમાં ઝાકળની સંભાવના છે