હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ચોમાસાને લઈ મોટી આગાહી કરી છે જેમાં ચોમાસું ઝડપથી આગળ વધી રહ્યું છે ત્યારે ગુજરાતમાં પ્રિ મોન્સુન એક્ટિંવીટી શરું થય ગય છે આગામી પાંચથી સાત દિવસ ગુજરાતમાં હળવોથી સામાન્ય વરસાદ વરસશે. ગાજવીજ સાથે તોફાની વરસાદની સંભાવના છે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે તારીખ વાઈજ માહિતી મેળવીએ.
9 જુનમાં વરસાદની આગાહી
૯ જૂનના ગીર સોમનાથ, અરવલ્લી, દાહોદ, મહીસાગર, છોટાઉદેપુર, વલસાડમાં વરસશે વરસાદ આ સાથે થંડરસ્ટઓમ એક્ટિંવીટી સાથે વરસાદની સંભાવના છે
10 જુનમાં વરસાદની આગાહી
૧૦ જુનમાં અમરેલી, જૂનાગઢ, વડોદરા, નવસારી, વલસાડ અને ભાવનગર, ગીર સોમનાથ, અરવલ્લી, દાહોદ, વલસાડ, નમૅદા , સુરત જિલ્લામાં પડશે વરસાદ.
11 અને 12 જુનમાં વરસાદની આગાહી
તો ૧૧ જૂનના અમરેલી, જૂનાગઢ, ભાવનગર, ગીર સોમનાથ, અરવલ્લી, નવસારી, વલસાડ, દાહોદ અને વડોદરામાં વરસાદ વરસશે . ૧૨ જૂનના ભાવનગર, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, અરવલ્લી, અને પંચમહાલ જિલ્લામાં વરસાદ વરસશે.
તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી છે આગાહી કે, ૧૨ જૂનથી ગુજરાતમાં બેસશે ચોમાસું. ૧૨ થી ૧૫ જૂન વચ્ચે વાવણીલાયક વરસાદ વરશે. કેટલાક જિલ્લામાં તો ભારેથી અતિભારે વરસાદ વરસશે.