અંબાલાલ પટેલની આગાહી
જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યુ હતું કે જૂન માસમાં પહેલી જૂને સામાન્ય રીતે કેરળ કાંઠે ચોમાસું આવતું હોય છે, આ વખતે સમયથી પહેલા ચોમાસુ આવી ગયું છે. ઘણી વખત સમયથી ઘણું જ વહેલું આવે તો તેની ચોમાસા ઉપર અસર થતી હોય છે. ઘણો મોડો આવે તો પણ ચોમાસા ઉપર અસર નોંધાય છે. કેરળ પાસે ચોમાસાની ગતિવિધિ છે.
આગામી દિવસોમાં તામિલનાડુ, આંદ્ર, ઓરિસ્સાનાં ભાગ અને કર્ણાટક ભાગ સુધી ચોમાસું આવી જવાની શક્યતા રહે. ૬ જૂનમાં રોહીણીનો નક્ષત્રનો વરસાદ આંધી વંટોળ સાથે કેટલાક ભાગમાં થવાની શક્યતા એ. ઉત્તર પશ્ચિમ ભારતમાં અરબી સમુદ્રના ભેજને કારણે તા.૧ જૂનથી વાદળો આવી જાય અને આ વખતે આંધી વંટોળનું પ્રમાણ વધારે રહેશે.
કચ્છના ભાગો , ઉત્તર સૌરાષ્ટ્રના ભાગો, સુરેન્દ્રનગર જિલ્લાના ભાગો, હળવદ ના ભાગો અને પાટણ ના ભાગો, ઉત્તર ગુજરાતના ભાગો , સમી હારીજ ના ભાગ, બનાસકાંઠા ના વાવ ના ભાગોમાં આંધી -વંટોળ નું પ્રમાણ વધી શકે છે.
ગુજરાતમાં 7 થી 16 જુનમાં વરસાદ
પાછોતરા આંભાનાં પાકમાં આંચકાનાં પવનની અસર થઈ શકે છે. પ્રિ-મોન્સુન એક્ટિવિટીની સાથે-સાથે ચોમાસું તા.૭થી ૧૦ જુનમાં વલસાડનાં ભાગો અને દક્ષિણ ગુજરાતના ભાગો, મધ્ય ગુજરાતતનાં ભાગોમાં આંધી વંટોળ અને ગાજવીજ સાથે આવવાની શક્યતા છે .
૧૫ જૂન સુધીમાં દક્ષિણ ગુજરાતનાં ભાગો, કદક્ષિણ સૌરાષ્ટ્રનાં ભાગોમાં ચૌમાસાની ગતિવિધિ થઈ શકે છે. પશ્ચિમ સૌરાષ્ટ્રનાં ભાગોમાં ચોમાસાની ગતિવિધિ થઈ શકે છે. તા. ૧૮-૧૯ જૂનમાં કેટલાક ભાગમાં વરસાદ થઈ શકે છે. તા.૧૯થી ૨૦, ૨૧ જૂનમાં મુંબઈ, મહારાષ્ટ્રનાં ભાગોમાં ભારે વરસાદ થઈ શકે છે. તા.૨૨થી ૨૫ જૂનમાં આદ્રા નક્ષત્રનો વરસાદ ગુજરાતનાં કેટલાક ભાગમાં થઈ શકે છે.
ગુજરાતમાં જૂન મહિનામાં કુલ ૧૦ દિવસ વરસાદ આવશે.
રમણીકભાઇ વામજાની આગાહી
ગુજરાતનાં અગ્રણી આગાહીકાર રમણીકભાઇ વામજાની આગાહી કરી છે જેમાં ચોમાસું આ વર્ષ સારું છે અને જુન મહિનામાં કુલ 10 દિવસ વરસાદ ના છે.જેમા 5 થી 7 જૂન છુટાછવાયા વરસાદની સંભાવના છે 14 થી 17 જુન અને 25 થી 30 જુન દરમિયાન વરસાદની સંભાવના છે .
ગુજરાતમાં અનેક ભાગના વિસ્તારોમાં 16 જુન આસપાસ વાવણી લાયક વરસાદની શક્યતા દેખાઈ રહી છે જ્યારે બાકીના વિસ્તારોમાં 21 જુન આસપાસ સૌરાષ્ટ્રના વિસ્તારમાં વાવણી લાયક વરસાદની સંભાવના છે આ વર્ષ 16 આની રહેશે અને ખેડૂતો માટે સારુ છે.