એફબીઆઈ ના ધંઉના ટેન્ડરમાં ઉંચા ભાવની બીડ આવી હોવાથી ખુલ્લા બજારમાં ઘઉંના ભાવમાં ક્વિન્ટલે રૂ.૫૦નો સુધારો હતો અને અમદાવાદની મિલોના ભાવ રૂ.૩૦૦૦ની ઉપર આવી ગયા હતા. ઘઉંની બજારમાં આગામી દિવસોમાં હવે રિટેલ ઘરાકી કેવી રહે છે તેનાં ઉપર આગળની બજારનો આધાર રહેલો છે. ઘઉંનાં ભાવ હવે રૂ.૩૨૦૦ સુધી જાય તેવી ધારણાં છે.
અમદાવાદની મિલોના ભાવ રૂ.૩૦૧૦, બરોડાની મિલોના ભાવ રૂ.૩૦૩૦ અને સુસ્તની મિલો રૂ.૩૦૭૦ના ભાવ બોલતી હતી.
માર્કેટિંગ યાર્ડના ભાવ
રાજકોટમાં ઘઉંની કુલ ૨૦૦૦ ગુણીની આવક હતી અને ભાવ મિલબર ક્વોલિટીમાં રૂ.૫૪૦ થી ૫૫૦, એવરેજ રૂ.૫૫૦થી ૫૮૦, સારી ક્વોલિટીમાં રૂ.૬૦૦થી ૬૨૦ હતા. પ્રીમિયમ ક્વોલિટીમાં રૂ.૭૦૦થી ૮૦૦ના ભાવ હતા.
ગોંડલ યાર્ડમાં ૧૨૦૦ બોરીની આવક હતી અને ભાવ લોકવનમાં રૂ.૫૪૯થી ૬૦૮ અને ટૂકડામાં રૂ. ૫૬૦થી ૭૨૫ હતા. હિંમતનગરમાં ઘઉંની ૫૦૦ ગુણીની આવક હતી અને ભાવ મિલબરમાં રૂ.૫૬૦થી ૫૭૦, મિડીયમ ક્વોલિટીમા રૂ.૫૯૦થી ૬૧૦ અને સારી ક્વોલિટીમાં રૂ.૬૫૦ ભાવ હતા.
વૈશ્વિક બજાર
વૈશ્વિક ઘઉંનાં ભાવમાં ઘટાડોહતો. બેન્ચમાર્ક શિકાગો ઘઉં વાયદો ચાર સેન્ટ ઘટીને ૫.૩૩ ડોલર પ્રતિ બુસેલની સપાટી પર પહોંચ્યા હતાં. ઘઉંનાં ભાવમાં સપ્તાહમાં એક ટકા પટલાં હતાં.
ઑસ્ટ્રેલિયાએ તેનો વર્ષ ૨૦૨૪-૨૫ માટે ઘઉંનાં પાકનો અંદાજ ૬૦,000 ટન વધારીને ૩૧૯ લાખ ટન કર્યો હતો, જેમાં સરેરાશ કરતાં વધુ ઉત્પાદન પહોંચાડવા માટે દક્ષિણમાં નુકસાનની ભરપાઈ કરવા પૂર્વ અને પશ્ચિમમાં સારી ઉપજની આગાહી કરવામાં આવી હતી. વિશ્વના સૌથી મોટા નિકાસકારોમાંના એક એવા ઓસ્ટ્રેલિયામાંથી ઘઉંનો મોટો પાક એવા સમયે વૈશ્વિક પુરવઠો વધારશે જ્યારે કિંમતો ચાર વર્ષની નીચી સપાટીની નજીક છે.