ચણાના ભાવમાં સતત બીજા દિવસે રૂ.૫૦થી ૭૫નો સુધારો જોવાયો

ચણાની બજાર
Views: 226

ચણાની બજારમાં સતત બીજા દિવસે મજબૂતાઈ હતી અને ભાવમાં રૂ.૭૫ સુધીનો સુધારો આવ્યો હતો. ચણાની બજારમાં આગામી દિવસોમાં લેવાલી કેવી આવે છે તેનાં ઉપર આધાર રહેલો છે. હાલમાં વેચવાલી નહીં આવે તો બજાર હજી થોડી વધી શકે છે, પરંતુ બહુ મોટી તેજી હવે ન આવે તેવી ધારણા છે. વટાણા વધારે સસ્તા હોવાથી ચણામાં મોટી તેજ દેખાતી નથી.

રાજકોટમાં ચણાનાં ભાવ ગુજરાત મિલ-૩ નંબરમાં રૂ.૧૨૭૦થી ૧૩૦૦, સુપર- ૩માં રૂ.૧૩૦૦થી ૧૩૨૫ અને કાટાવાડામાં રૂ.૧૨૦૦થી ૧૫૦૦ હતા.

કાબુલી ચણામા બીટકીનો ભાવ રૂ. ૧૧૫૦થી ૧૩૯૦, વીટુ રૂ.૧૫૦૦થી ૧૭૦૦, એવરેજ રૂ.૧૪૫૦થી ૧૭૦૦, સારા રૂ.૧૭૦૦થી ૨૨૦૦ અને સુપરમાં રૂ.૨૨૦૦થી ૨૬૦૦ હતાં.

રાજકોટ ગોડાઉન પહોંચ ચણાનો ભાવ રૂ.૬૭૫૦ થી ૬૮૫૦ અને દાળનો ભાવ રૂ.૮૧૫૦થી ૮૨૫૦નાં હતાં. નવી દિલ્હીમાં રાજસ્થાન લાઈનનાં ચણાનો ભાવ રૂ.૭૨૫૦ અને એમ.પી. લાઈનનો ભાવ રૂ.૭૧૫૦ હતો. ભાવમાં સતત બીજા દિવસે રુ.૭૫ નો વધારો થયો હતો.

તાન્ઝાનિયાનાં આયાતી દેશી ચણાનાં ભાવ રૂ.૬૪૦૦- ૬૪૫૦, ઓસ્ટ્રેલિયાનાં રૂ.૬૮૦૦ અને સુદાનના કાબુલી ચણાનો ભાવ જૂનાના ૭૦૦૦ અને નવા ચણાના રુ.૭૬૫૦ હતા.આપાતી ચણાના ભાવ સ્થિર રહ્યા હતા.

ચણાનાં ભાવ અકોલામાં દેશીમાં રૂ.૬૮૫૦-૬૮૭૫, લાતુર મિલ ક્વોલટી રૂ. ૬૮૦૦-૬૮૫૦ HAL ચિપુરમાં દેશી લોકલનાં રૂ.૬૭૫૦-૬૭૭૫ અને મહારાષ્ટ્ર લાઈનનાં રૂ.૬૯૭૫-૭૦૦૦ ભાવ હતાં. સોલાપુર લાઈનમાં રૂ.૬૨૦૦થી ૬૭૦૦મીલ ક્વોલિટી ના ભાવ હતા.

 

આજના તમામ માર્કેટ યાર્ડ ના કપાસના બજાર ભાવ ,જાણો આજના 26-07-2024 ના કપાસ ના ભાવ , તાજા કપાસ ના ભાવ
રાપર ,અંજાર ,ભચાઉ અને ભુજ માર્કેટ યાર્ડ /આજના બજાર ભાવ / apmc rate / 25-07-2024 ના માર્કેટ યાર્ડ ના ભાવ
Instagram
YouTube
WhatsApp

Recent Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Fill out this field
Fill out this field
Please enter a valid email address.
You need to agree with the terms to proceed

keyboard_arrow_up