ચણાની બજારમાં તહેવારને કારણે ભાવ સ્ટેબલ હતા. રાજસ્થાનમાં ચણાના વાવેતર શરૂ થઈ ગયા છે અને છેલ્લા 5 વર્ષ ના એવરેજ વાવેતરની તુલનાએ બે લાખ હેક્ટરમાં વધારે વાવેતર થવાનો સરકારનો લક્ષ્યાંક છે.
અમરેલી માર્કેટિંગ યાર્ડમાં ચણાના ભાવમાં છેલ્લા 15 દિવસમાં 250 રૂપિયા સુધીનો વધારો નોંધાયો છે. અમરેલી જિલ્લામાં મોટાભાગના ખેડૂતો ચણાનું સ્ટોરેજ કરે છે અને જ્યારે સારા ભાવ મળે ત્યારે તેનું વેચાણ કરે છે. ત્યારે હાલ દિવાળી જતી રહી છે ત્યારે સ્ટોરેજ કરેલા ચણાના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. 1541 રૂપિયા સુધી ચણાનો ભાવ બોલાઈ રહ્યો છે અને હજુ પણ ચણાના ભાવમાં વધારો થવાની શક્યતા છે.
રાજકોટમાં ચણાના ભાવ રૂ. 1200થી રૂ. 1415 બોલાયા હતા. જ્યારે ગોંડલમાં ચણાના ભાવ રૂ. 1201થી રૂ. 1371 બોલાયા હતા. તેમજ જૂનાગઢમાં ચણાના ભાવ રૂ. 1250થી રૂ. 1391 બોલાયા હતા.
જામજોધપુરમાં ચણાના ભાવ રૂ. 1150થી રૂ. 1371 બોલાયા હતા. જ્યારે જેતપુરમાં ચણાના ભાવ રૂ. 950થી રૂ. 1350 બોલાયા હતા. તેમજ અમરેલીમાં ચણાના ભાવ રૂ. 900થી રૂ. 1596 બોલાયા હતા.
નાફેડ દ્વારા ૨૦૨૨ના વર્ષના ચણા રૂ.૯૭૨૭ના ભાવથી મધ્યપ્રદેશમાં અને રાજસ્થાનમાં ચાલુ સિઝનના ચલા રૂ.૬૮૫૩ના ભાવથી વેચાણ થયા હતા. આમ બજાર ભાવ કરતા નાફેડના ચણા નીચા ભાવથી વેચાણ થવા લાગ્યા છે.
નવી દિલ્હીમાં રાજસ્થાન લાઈનના ચણાનો ભાવ રૂ.7325 અને એમ.પી લાઈનનો રૂ.7225 ભાવ હતો. ભાવ સતત દિવસે સ્થિરતા હતી. તાન્ઝાનિયાનાં આપાતી આમ દેશી જૂના ચણાનાં ભાવ નાફેડના રૂ.૬૭૫૦, ઓસ્ટ્રેલિયાનાં હll. વેચાણ રૂ.૬૯૦૦ અને સુદાનના કાબલી ચણાનો ભાવ રૂ.7200 હતા.
આયાતી નવા ચણામાં ઓક્ટોબર- નવેમ્બર ડિલિવરી ઓસ્ટ્રેલિયા ચણા મુંબઈ પોર્ટ ડિલિવરી કન્ટેનર ૭૫૦ ડોલર , નવેમ્બર- ડિસેમ્બર માટે ૭૫૦ ડોલર હતાં.
હાજર બજારમાં આકોલાના ભાવ દેશી ચણામાં રૂ.૭૧૭૫-૭૨૦૦, લાતુરમાં મિલ ક્વોલિટી રૂ.૭૨૫૦થી ૭૩૫૦, રાયપુર દેશીમાં રૂ.૭૦૦૦- ૭૧૦૦ અને મહારાષ્ટ્ર લાઇનનો ભાવ રૂ.૭૩૭૫-૭૪૦૦ હતાં.
ઈન્દોરમાં કાટેવાલાનાર રૂ.૭૩00 ભાવ હતાં. ઈન્દોર કાબુલી ચણાનો ભાવ ૪૨-૪૪ કાઉન્ટમાં રૂ.૧૬,૦૦૦ હતો. ૫૮-૬૦ કાઉન્ટનો ભાવ રૂ.૧૨,૭૦૦ ક્વોટ થતો હતો.ભાવમા કોઈ ફેરફાર નહોતો.