રાજ્યમાં ફરી તાપમાન નીચું જવાનું અને ઠંડીનો જોર વધવાની આગાહી કરવામાં આવી રહી છે. સાથે જ ઉત્તરાયણ આસપાસ માવઠાની શક્યતાઓ પણ નિષ્ણાતો દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે, ત્યારે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આવનારા સમયમાં ગુજરાતનું હવામાન કેવું રહેશે, તેની માહિતી આપી છે. તેમણે માવઠા, ઝાકળ વર્ષા, શિયાળાની સિઝનના અંત અને ગરમીની શરૂઆત સહિતની આગાહી કરી છે.
પરેશ ગૌસ્વામીએ તેની યુટ્યુબ ચેનલ પર માહિતી આપતા જણાવ્યું હતું કે આગામી એક સપ્તાહ દરમિયાન માવઠાની સંભાવના નથી, મકરસંક્રાંતિ ઉપર માવઠું થાય તેવી શક્યતા ૯૦ ટકા જોવા મળી રહી છે આ સાથે પરેશ ગૌસ્વામી ના જણાવ્યા મુજબ જાન્યુઆરી મહિનામાં એક માવઠાની સંભાવના છે .
ખાસ કરીને અત્યારે ઉત્તરના પવનો હોય અને અત્યારે ઉત્તરના ભાગોમાં હિમવર્ષા થાય એટલે ઠંડી આવતી હોય. જ્યારે પવનો ઉત્તર-પશ્ચિમના પવનો થાય ત્યારે ઝાકળ પણ આવતી હોય છે. 15 જાન્યુઆરી પછી ઝાકળનું પ્રમાણ વધી શકે છે. 15 જાન્યુઆરીથી 28 ફેબ્રુઆરી દરમિયાન ઝાકળ વર્ષાનું પ્રમાણ સામાન્ય કરતાં વધારે જોવા મળે તેવી શક્યતાઓ માની રહ્યા છે. છેલ્લા બે વર્ષની સરખામણીએ ઝાકળનું પ્રમાણ થોડુંક વધારે જોવા મળે તેવી શક્યતાઓ છે.
આ સાથે પરેશ ગૌસ્વામીએ શિયાળો લાબો ચાલે તેવું અનુમાન લગાવ્યું હતું, ગયાં વર્ષ ની સરખામણીએ આ વર્ષ શિયાળો લાબો ચાલે તેવું અનુમાન છે ગયાં વર્ષ ૧૫ ફેબ્રુઆરી દરમિયાન થી જ તાપમાન ઊંચું જાવા માંડ્યું હતું, ત્યારથી જ ઉનાળાની શરૂઆત થઇ ગઇ હતી , પરંતુ આ વર્ષ ઉનાળો ૧૦ માર્ચ આસપાસ થી શરૂ થઈ શકે છે અને ઉનાળો આ વર્ષ ટુકો રહી શકે છે.