વાવેતરમાં વિંલબ અને વાવેતરમાં ઘટાડાની સંભાવના કારણે જીરાના વાયદામાં નીચેના સ્તરેથી થોડોક સુધારો થવાની શરૂઆત થઇ છે. ત્રણેક સપ્તાહ પહેલા જીરાના ડિસેમ્બર વાયદામાં રૂ23 હજારની સપાટી જોવા મળી હતી. આ બાદ સ્થિરતા સાથે ધીમો સુધારો નોંધાયો છે અને જીરાના ડિસેમ્બર વાયદામાં રૂ.25 હજારની સપાટીની આસપાસ વેપાર થતો જોવા મળ્યો છે. જ્યારે હાજર બજારમાં આ સપ્તાહ દરમિયાન સ્થિરતા જોવા મળી છે.
ઉંઝામાં દૈનિક સરેરાશ 10 હજાર આસપાસ જીરાની આવક થઇ રહી છે. જીરાના ભાવમાં સરેરાશ રૂ.4600થી રૂ.5000ની સપાટીની વચ્ચે વેપાર થઇ રહ્યો છે. મહત્તમ વેપાર રૂ.4800ની સપાટીની આસપાસ થઇ રહ્યા છે. આ વખતે ઠંડી પડવાની શરૂઆત મોડી થવાના કારણે જીરાના વાવેતરમાં વિલંબ થયો છે. ગત સિઝનની સરખામણીએ જીરાનું વાવેતર ઘટવાની સંભાવના પણ વ્યકત થઇ રહી છે. જોકે, આ સિઝનમાં હજુ પણ ઓફ-સિઝન હોવા છતાં જીરાની આવક વ્યાપક થઇ રહી છે. આથી બજારમાં કોઇ મોટો ફરેફાર થતો જોવા મળ્યો નથી.
આ વર્ષ વૈશ્વિક લેવલે જીરુંની માંગ ઓછી જોવા મળી રહી હતી પરંતુ ૨૦૨૫ મા વેચવાલી વધશે જેથી જીરુંમાં તેજી જોવા મળશે, સાથે ગુજરાતમાં વાવેતર ઓછુ રહેશે જેથી ઉત્પાદનમાં પણ કાપ આવશે જેનાં કારણે ગુજરાતનાં જીરુંની માંગ વધશે એટલે તેજી દેખાય રહી છે સાથે આ વર્ષ મોટી તેજી નહી આવે નવું જીરું આવશે એટલે ૬૦૦૦ આસપાસ બજાર રહેવાની ધારણા છે.