જીરૂની બજારમાં ભાગ મિક્ષ રહ્યા હતા. વાયદા બજારમાં ભાષ શ્રીમી ગતિએ ઘટી રહ્યા છે અને આગામી દિવસોમાં પણા વેચવાલી કેવી આવે છે તેના ઉપર આગળની ભજારનો આધાર રહેલો છે. હાલના તબક્કે જીરૂમાં કોઈ મોટી મુવમેટ દેખાતી નથી.
જીરૂના વેપારીઓ કહે છેકે વર્તમાન સમયમાં જીરૂની બજારમાં વેપારો કેવા થાય છે તેના ઉપર બજારનો આધાર રહેલો છે. જીરૂની બજારમાં નિકાસ વેપાર બહુ ઓછા છે અને પાંચમી જાન્યુઆરી બાદ વેકેશન ખુલશે એટલે નિકાસ વેપારી વર્ષ તેવી ચર્ચા છે. રમજાનની જે ઘરાકી નીકળવાની હશે તે જાન્યુઆરીમાં આવી જાય તેવી ધારણા છે.
જેને પગલે સરેરાશ જીરૂની બજારમાં સુધારાની સંભાવના વધારે દેખાય રહી છે. બેન્ચમાર્ક જાન્યુઆરી જારૂ વાયદો રૂ.૭૫ પડીને રૂ.૨૭,૮૯૦ પર બંપ રહ્યો હતો.
ઊંઝા માર્કેટ યાર્ડમાં જીરુંના ભાવ ૫૨૦૦ ઉપર જોવા મળી રહ્યા છે છેલ્લા ૩ દિવસોથી જીરું ના બજાર માં ઉછાળો નોંધાયો છે. જીરુંની આવકો ઊંઝામાં ૧૦ હજાર બોરીની આસપાસ જોવા મળી રહી છે. છેલ્લા બે દિવસથી જીરુંમાં ૧૦૦-૨૦૦ સુધીનો ઉછાળો નોંધાયો હતો.
જાન્યુઆરીમાં જીરું ની બજારનો આધાર વેચવાલી કેવી રહેશે તેનાં પર રહેશે, સાથે આ વર્ષ જીરુંનું વાવેતર ઘટયું છે તેની અસર પણ જીરુંની બજાર પર પડી શકે છે પરંતુ બજારમાં જીરું કેવાં પ્રમાણે આવશે સાથે વૈશ્વિક લેવલે જીરુંની માંગ કેવી રહેશે તેનાં પર બજારનો આધાર રહેલો છે. અત્યારના સંજોગોમાં જોઈએ તો આ વર્ષ 2825 માં જીરુંની બજાર 6000 આસપાસ રહેવાની સંભાવના છે.