જીરુની બજારમાં નમર ટોન હતો અને સમગ્ર ગુજરાતમાં આજે આવક ૨૦ થી ૪૦ હજાર બોરીની નવાં જીરુંની આવક થઈ હતી. ખાસ કરીને ઉંઝા, જસદણ અને રાજકોટમાં આવક વધી રહી છે. જીરૂમાં નિકાસ વેપારો બહુ ઓછા હોવાથી ઓલઓવર જારૂની બજારનો ટ્રેન્ડ તાલ પૂરતી નરમ છે.
આગળ ઉપર હવે નિકાસ વેપારો કેવા થાય છે તેના ઉપર બજારનો આધાર રહેલો છે. નવા-જૂનાની મળીને કુલ ૨૭ હજાર બોરીની આવક આજે થઈ હતી.
ઊંઝામાં નવા જીરૂની આજે ૧૦૦૦૦ બોરીની આવક હતી અને ભાવ ૨૦ કિલોનાં ભાવ સુપર રૂ.૪૦૦૦થી ૫૨૦૦, બેસ્ટ રૂ.૩૮૦૦થી ૪૯૦૦, મિડીયમ રૂ.૩૪૦૦થી ૪૩૦૦ અને ચાલુ રૂ.33૦૦થી ૪૦૦૦ હતા.
બેન્ચમાર્ક જીરૂ વાયદો રૂ. ૧૫૦ ઘટીને રૂ.૨૦,૮૪૦ની સપાટી પર બંધ રહ્યો હતો.
નવા જીરૂની રાજકોટમાં ૧૮૦૦ બોરી, જામજોધપુરમાં ૨૦૦ બોરી, ગોંડલમાં ૨૮૦૦, બોટાદમાં ૨૩૦૦ બોરી, જસદણ ૫૦૦૦ બોરી, હળવદમાં ૧૧૦૦ બોરી, જામનગરમાં ૭૦૦, વાંકાનેરમાં ૪૫૦ અને ઉત્તર ગુજરાતમાં ૩૦૦ બોરી તેમજ કચ્છમાં ૫૦૦ બોરીની આવક હતી. આ સિવાયના સેન્ટરમાં એક હજાર બોરીની આવક થઈ હતી.
જીરૂમાં ગલ્ફ ફૂડના વેપારોના ડેટાઓ હવે એક-બે દિવસમાં આવી જશે અને તેના ઉપર આગામી બજારનો આધાર રહેલો છે. જરૂ વાયદો એકવાર ૨૦ હજારની સપાટી બંદર પહોંચી જાય તેવી સંભાવના કેટલાક મોટા ટ્રેડરો વ્યક્ત કરી રહ્યો છે. નવા જીરૂના નિકાસ ભાવ રૂ.૪૦૫૦ સાંજો ક્વોટ થતા હતા.