જીરૂની હાજર બજારમાં બે તરફી વધઘટે ભાવમાં સ્થિરતા જોવા મળી હતી. જીરૂની બજારમાં આગામી દિવસોમાં વેચવાલી કેવી આવે છે તેના ઉપર આગળની બજારનો આધાર રહેલો છે.
જીરૂના વેપારીઓ કહે છે કે જીરૂમાં નિકાસ વેપારો હવે આગામી દિવસોમાં કેવા આવે છે તેના ઉપર ભજારનો આધાર એલો છે. તબકકે જીરૂની બજારમાં રમજાનની ઘરાકીની રાહ જોવાઈ રહી છે અને જ્યા સુધી નિકાસ વેપારો ન આવે ત્યાં સુધી બજારમાં કોઈ મોટી તૈજી દેખાતી નથી. બેન્ચમાર્ક જાન્યુઆરી જીરૂ વાયદો છેલ્લે રૂ.૨૩,૯૫૦ની બંધ સપાટી જોવા મળી હતી.
ગુજરાતમાં હવે વાવેતર ઓલમોસ્ટ પૂરા થવા આવ્યાં છે અને મત વર્ષની તુલનાએ વાવેતરમાં ઘટાડો જોવા મળ્યો છે. જીરૂના વાવેતર ધારણા કરતા વધારે ઘટ્યા છે અને ફાઈનલ આંકડાઓ હવે આ સપ્તાહમાં આવી જશે, જીરું ના વાવેતર ગુજરાતમાં ધટયા છે પરંતુ રાજસ્થાનમાં વાવેતર સારા થાય તેવી શક્યતા છે.
ઊંઝા માર્કેટ યાર્ડમાં સરેરાશ બજાર 5000 આસપાસ ચાલી રહી છે અને આવકો 10-12 હજાર બોરીની જોવા મળી રહી છે. આગામી જાન્યુઆરી મહિનામાં કોઈ મોટી તેજી આવે તેવી શક્યતા ઓછી છે બજાર 5 હજાર આસપાસ રહેવાની સંભાવના છે. નવું જીરું બજારમાં આવશે એટલે થોડી તેજી આવશે બાકી ઉત્પાદન ઓછું રહેશે તો આ વર્ષ તેજી આવશે.