જીરુની બજારમા ભાવ સતત બીજા દિવસે મણે રૂ.૨૫થી ૫૦ પટયા હતા. જીરૂની બજારમાં આગામી દિવસોમાં વેચવાલી ઓછી છે અને સામે લેવાલી પણ મર્યાદીત જોવા મળી રહી છે. આગામી દિવસોમાં જો નિકાસ વેપારો વધશે તો જીરુંની બજારમાં સુધારાની ચાલ જોવા મળે તેવી સંભાવના દેખાય રહી છે. એ સિવાય ખાસ કોઈ મોટી મુવમેન્ટ દેખાતી નથી.
જીરૂમાં અત્યારે વાયદો ૨૪ હજારની ઉપર છે ત્યાં સુધી કોઈ મોટી મંદી દેખાતી નથી. હાજરમં ડિમાન્ડ ઓછી હોવાથી ભાવ ઘસાતા જાય છે.ડોમેસ્ટિક ઘરાકીનો અભાવ વધારે દેખાય રહ્યો છેઅને વેચવાલી પ્રમાણસર આવી રહી છે. આ સંજોગોમાં જીરૂની બજારમાં આગળ ઉપર હવે ગલ્ફ દેશોના નિકાસ વેપાર આવશે તો બજારમાં એક સાથે સુધારો આવશે.
અમુક ટ્રેડશે કહે છેકે ડિસેમ્બર વાયદાની એક્સપાયરી બાદ બજારમાં નવી ચાલ જોવા મળે તેવી સંભાવના છે. બેન્ચમાર્ક જીરૂ વાયદો રૂ.૨૦ વધીને રૂ.૨૪,૪૨૦ અને જાન્યુઆરી વાયદો રૂ.૨૪૦૮૦ની સપાટી પર સ્ટેબલ છે.