હવામાન નિષ્ણાત પરેશ ગૌસ્વામીએ ફરી નવી આગાહી કરી છે ગુજરાતમાં હાલ ઠંડીની શરૂઆત થઇ ગઇ છે અને હજુ ધીરે ધીરે ઠંડીનું પ્રમાણ વધશે, નવેમ્બરમાં કડકડતી ઠંડીની સંભાવના નથી, આગામી 30 નવેમ્બર સુધી હવામાન સાવ ચોખ્ખું રહેવાની સંભાવના છે સાથે પરેશ ગૌસ્વામીએ ડિસેમ્બર મહિનામાં એક માવઠાની આગાહી કરી છે જેમની વિગતો મેળવીએ…
પરેશ ગૌસ્વામીએ તેની યુટ્યુબ ચેનલ પર જણાવ્યું હતું કે હમણાં ગુજરાતમાં કોઈ માવઠું થાય તેવી શક્યતા દેખાઈ રહી નથી પરંતુ બંગાળની ખાડીમાં એક સાયક્લોનિક સરકયુલેશન સક્રિય બન્યું છે સાથે ખાસ કરીને દક્ષિણ પશ્ચિમ ચોમાસું ચાલી રહ્યું છે જેના કારણે બંગાળની ખાડીમાં વધું કરંટ છે એટલે બેક ટુ બેક સિસ્ટમ બનશે. આ એક સિસ્ટમ 25 નવેમ્બર બાદ ડીપ ડિપ્રેશન સુધી મજબૂત થવાની છે જેથી તેની અસર દક્ષિણ ભારતમાં જોવા મળશે, સિસ્ટમ ઉત્તર દિશામાં ચાલે એટલે અમુક લેયરો ગુજરાત સુધી પહોંચશે એટલે એક માવઠાની સંભાવના છે જે 1 થી 10 ડીસેમ્બર દરમિયાન જોવા મળશે તેવી આગાહી કરી છે.
પરેશ ગૌસ્વામીએ જણાવ્યું કે ગુજરાતમાં ચોક્કસ એક માવઠું થશે પરંતુ કોઈ ભારે માવઠાની સંભાવના નથી અને એ પણ છુટાછવાયા વિસ્તારમાં હળવું માવઠું થાય તેવી સંભાવના છે. આ સિસ્ટમ ની વધુ અસર કેરળમાં, તામીલનાડુ, આંધ્રપ્રદેશ માં જોવા મળશે ત્યા ભારે વરસાદની સંભાવના છે બાકીના ગુજરાતમાં હવામાનમાં પલટો આવશે અને અમુક વિસ્તારોમાં હળવા માવઠાની સંભાવના છે.
પરેશ ગૌસ્વામીએ પવન ને લયને પણ માહિતી આપી હતી જેમાં આગામી 30 તારીખ સુધી પવનની ગતિ માં કોઈ ફેરફાર નહીં થાય, પવનની ગતિ 10 થી 14 કીમી ની જોવા મળશે, સાથે જે ઉત્તર અને ઉત્તર પૂર્વના પવનો છે તે મુજબનાં પવનનો જોવા મળશે તેવી શક્યતા છે.