ડુંગળી ની બજારમાં ભાવ સ્ટેબલ રહ્યા હતા અને ખાસ કોઈ મોટી મુવમેન્ટ નહોંતી. ગુજરાતમાં આવકો અત્યારે સ્ટેબલ છેઅને જ્યાં સુધી આવકો સ્ટેબલ છે ત્યાં સુધી ડુંગળીની બજારમાં કોઈ મેંદી થાય તેવા સંજોગો નથી.
આગળ ઉપર આવકો વધશે નિકાસ અને સરકાર દ્વારા જો બેટી નાબૂદ કરવામાં નહીં આવે તો બજારમાં ઘટાડો થાય તેવી પારલાં છે. નાશીકમાં અત્યારે આવકો ધારણા કરતા ઓછી હોવાથી ગુજરાતમાં ડિમાન્ડ સારી છે. જેને કારણે ભજારો ટકી રહી છે. મહુવામાં સફેદ ડુંગળની આવકો હજી પંદરેક દિવસ બાદ વધે તેવી સંભાવનાં છે. આગળ ઉપર ડુંગળીની બજારમાં ઉનાળુ માલ ચાલુ હું થાય પછી મોટી મુવમેન્ટ આવશે.
મહુવામાં લાલ ડુંગળીના ૫૩ હજાર કરાના વેપાર હતા અને ભાવ ૨૦ કિલોના લાલમાં રૂ.૧૭૦થી ૫૨૩ હતા. સફેદની ૪૪ હજાર ચેલીની આવક સામે ભાવ રૂ.૨૪૦થી ૪૨૧ હતા. ગોંડલમાં લાલ ડુંગળીની ૪૦ હજાર કટ્ટાના વેપાર સામે ભાવ રૂ.૧૧૧થી ૪૫૦ અને સફેદની ૧4000 કઠ્ઠાની આવક સામે ભાવ રૂ.૨૧૬થી ૨૭૬ હતા.
રાજકોટમાં ડુંગળીની ૮,૦૦૦ કટ્ટાની આવક સામે ભાવ રૂ.૧૩૫થી ૪૦૦ હતા. ગુજરાત ઉપરાંત નાશીકમાં આવડો વધી હતી. નાશીકની લાસણગાંવ મંડીમાં ૮૦૦૦ ક્વિન્ટલની આવક સામે ભાવ રૂ.૧૦૦૦થી ૨૩૦૦ પ્રતિ ક્વિન્ટલના હતા. એવરેજ ભાવ રૂ.૨૧૫૦ના હતા.