સફેદ-કાળા તલની બજારમાં આવક અને ભાવ સ્ટેબલ રહ્યા હતા. ગુજરાતમાં ખાસ આવકો નથી અને હવે દૈનિક ત્રણથી સાડા ત્રણ હજાર બોરીની આવકો થય રહી છે આગામી દિવસોમાં આવકો ધટીને 3 હજાર બોરીની અંદર આવી જાય તેવી શક્યતા છે ઉનાળું તલનો હવે બહુ સ્ટોક છે નહીં , અને જેમની પાસે સ્ટોક પડ્યો છે તે હવે સારા ભાવ મળે તો ભાલ વેચવાના મુડમાં છે એટલે તલમાં ખાસ કોઈ મોટી મુવમેન્ટ દેખાય રહી નથી.
સફેદ તલની બજારમાં લેવાલી પાંખી હોવાથી ભાવમાં સ્થિરતાનો માહોલ
તલનાં વેપારીઓ કહે છે કે તલની બજારમાં આગામી દિવસોમાં નિકાસ વેપારો આવે તો બજાર સુધરી શકે છે એ સિવાય કોઈ મોટી તેજી દેખાતી નથી , તલની બજારમાં કોરિયાનું ટેન્ડર નજીકના સમયમાં દેખાતું નથી, જુલાઈ મહિનો પણ અડધો પુરો થય ચુકયોછે અને જુલાઈના અંતમાં કોરિયાનું ટેન્ડર આવે તેવી ધારણા છે.ચોમાસું તલના વાવેતરમાં હજી સુધી કોઈ દમ નથી. જુલાઈ અંત સુધીમાં વાવેતરનું ચીત્ર સ્પષ્ટ થઈ જાય તેવી ધારણાં વેપારીઓ વ્યક્ત કરી રહ્યાં છે.
સફેદ તલની ભાવ મજબૂત રહ્યા હતાં અને સારા તલમાં મણે રુ 15 થી 20 નો વધારો થયો છે અને આગામી દિવસોમાં વેચવાલી કેવી આવે છે તેનાં ઉપર આગળની બજારનો આધાર રહેલો છે. હાલનાં તબક્કે તલની બજારમાં મોટી મુવમેન્ટ નથી, પરંતુ આગામી દિવસોમાં બજારમાં વેચવાલી કેવી આવે છે તેનાં ઉપર આગળની બજારનો આધાર રહેલો છે.