ધાણા વાયદામાં તાજેતરની તેજીને પગલે હાજર બજારમાં રૂ.૨૦નો વધારો જોવા મળ્યો હતો. ગુજરાતની સાથે રાજસ્થાનની બજારમાં પણ ધાણાના ભાવમાં સુધારાની ચાલ જોવા મળી હતી. આગામી દિવસોમાં ધાણાની બજારમાં વેચવાલી કેવી આવે છે તેનાં ઉપર આગળની તેજીનો આધાર રહેલો છે. ધાણાની બજારમાં સરેરાશ હાલ પૂરતી તેજી અટકે તેવી ધારણા છે, કારણ કે વાયદા વાયદામાં આજે ઘટાડો જોવા મળ્યો હતો.વે
ધાણાના વેપારીઓ કહે છેકે ગુજરાત અને રાજસ્થાનમાં વાવેતર હજી ખાસ ચાલુ થયા નથી અને આગામી દિવસોમા વેચવાલી કેવી આવે છે તેનાં ઉપર જ આગળની બજારનો આધાર રહેલો છે.
બેન્ચમાર્ક ડિસેમ્બર ધાણા વાયદો રૂ.૨૨ પટીને રૂ.૭૬૯૨ની સપાટી પર બંધ રહ્યો હતો. ધાણાના નિકાસ ભાવ મુદ્રા ડિલીવરીના ઈલગ ક્વોલિટી માં મશિન ક્લિનના રૂ.૭૯૫૦ અને શોર્ટેક્સનો ભાવ રૂ.૮૦૬૦ હતો. જ્યારે સ્પીલ્ટ ક્વોલિટીમાં મશીન ક્લીનના રૂ.૭૨૫૦ અને શોર્ટક્સમાં રૂ.૭૩૫૦ના હતા.
રામગંજ મંડીમાં ધાલાની કુલ ૩૫૦૦ બોરીની આવક હતી અને ભાવ બદામમાં રૂ.૬૫૦૦થી ૨૯૦૦ હતા. ઈગલમાં રૂ.૬૯૫૦થી ૭૩૦૦ અને કલર વાળા માલ રુ.૮૨૦૦ થી ૯૨૦૦ ના હતા.
જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં ધાણાની મબલખ આવક નોંધાઈ રહી છે, તો આજે એક મણનો ભાવ છેલ્લાં એક અઠવાડિયા દરમ્યાન સૌથી ઊંચો ભાવ આજે રૂ.૧,૩૭૫ બોલાયો હતો. સાથે જ સામાન્ય ભાવ રૂ.૧૩૭૫ રહ્યા હતા. તો છેલ્લાં એક અઠવાડિયામાં યાર્ડમાં ૫૧૧૮ ક્વિન્ટલ જેટલી મબલખ આવક ધાણાની થઈ હતી.
માર્કેટિંગ યાર્ડમાંથી મળતી વિગતો અનુસાર ખુલતી બજારે ધાણાના સૌથી ઊંચા ભાવ આજે ખેડૂતોને મળ્યા હતા, જે આ સિઝનના સૌથી ઊંચા ભાવ હતા, તેમજ છેલ્લાં એક અઠવાડિયા દરમ્યાન મળેલા સૌથી ઊંચા ભાવ હતા. સાથે જ ૮૮૯ ક્વિન્ટલ ધાણાની આવક આજે યાર્ડમાં થઈ હતી. તેમજ સૌથી નીચા ભાવ ૧૧૮૦ અને ઊંચા ભાવ ૧૫૧૨ બોલાયા હતા. ગઇકાલે યાર્ડમાં ૧૦૦૫ ક્વિન્ટલ ધાણાની આવક થઇ હતી, તો ૧૩૫૦ સામાન્ય ભાવ અને ૧૧૫૦ નીચા ભાવ અને ૧૪૫૦ સૌથી ઊંચા ભાવ બોલાયા હતા. એમ મળી ધાણાના છેલ્લાં એક અઠવાડિયામાં સૌથી ઊંચા ભાવ આજે જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં રૂ.૧૫૧૨ બોલાયા હતા.
તેમજ ધાણાના ભાવ વધુ મળતાં ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી હતી. આ ઉપરાંત ધાણાના આ સીઝનના સૌથી ઊંચા ભાવ આજે રૂ.૧૫૧૨ બોલાયા હતા. આમ છેલ્લાં એક અઠવાડિયા દરમ્યાન જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં ધાણાની ૫૧૧૮ ક્વિન્ટલ આવક થઈ હતી. તો સૌથી ઊંચા ભાવ ખેડૂતોને આજે રૂ.૧૫૧૨ મળ્યા હતા જેથી ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.