લાંબા સમયથી સતત એકધારો ઘટાડો થયા બાદ છેલ્લા એક સપ્તાહથી જીરા બજારમાં નીચેના સ્તરેથી સુધારા સાથે વેપાર થઇ રહ્યો છે. છેલ્લા એક સપ્તાહ દરમિયાન જીરાના ભાવમાં પ્રતિ મણ રૂ.500નો વધારો નોંધાયો છે. સિંગાપુર ક્વોલિટી જીરાના ભાવ રુ.૪૯૦૦ પ્રતિ મણની સપાટીએ પહોંચ્યા છે. ખેડૂતોને સરેરાશ રૂ.4000થી રૂ.4400ની સપાટીની વચ્ચે જીરાના ભાવ મળી રહ્યા છે. સાવ નહિવત્ પ્રમાણમાં નવા જીરાની આવક શરૂ થઇ છે.
જીરુની બજારમા ૩ દિવસ થી તેજી જોવા મળી રહી છે રૂ.૪૦૦નો વધારો પ્રતિ ક્વિન્ટલ વાયદામાં જોવા મળ્યો હતો. હાજર બજારમાં સવારે બજારો સારા હતા, પરંતુ વાયદા પાછળ બજારો ઘટી ગયા છે. જીરૂના નિકાસ ભાવ એવરેજ ગઈકાલ કરતા મણે રૂ.૧૦૦ વધી ગયા હતા.
ઊંઝામાં નવા જીરૂની આજે ૩૦૦ બોરીની આવક હતી અને ભાવ ૨૦ કિલોનાં બે કિલો હવા બેસ્ટમાં રૂ.૪૦૦૦થી ૪૯૦૦ અને ૪ કિલો હવામાં રૂ. ૩૨૦૦થી ૩૫૦૦ના ભાવ ભાવ હતા.
જીરૂ માર્ચ વાયદો રૂ.૪૦૫ વધીને ને રૂ.૨૧,૦૨૦ની સપાટી પર બંધ રહ્યો હતો. જીરૂની ગોંડલમાં નવાની ૫૦૦ બોરી ની આવક હતી, અને ભાવ રૂ.૩૭૦૦થી ૪૪૦૦ની વચ્ચે હતી. હજી નવા જીરૂમાં ભેજવાળા માલ વધારે આવી રહ્યાં છે. જેને કારણે જીરૂની બજારમાં એવરેજ બજારનો ટોન સરેરાશ નરમ દેખાય રહ્યો છે. જીરૂની બજારમાં આગળ ઉપર વેચવાલી કેવી આવે છે તેના પર બજારનો આધાર રહેલો છે.