ઉંઝામાં હાલની સ્થિતિએ દૈનિક ધોરણે 15 હજાર બોરીથી વધુની વેચવાલી થઇ રહી છે. આ સિઝનમાં નિકાસ સારી થઇ છે અને સ્થાનિક માંગ પણ એક સ્તરે જળવાઇ રહી છે. જોકે, માંગની સરખામણીએ જીરાની વેચવાલીનું પ્રમાણ વધારે રહ્યુ છે. આથી બજારમાં ધીમી ગતિએ સતત ઘટાડો થતો જોવા મળ્યો છે. હવે આગામી મહિનાથી નવા જીરાની આવકો શરૂ થશે.
થોડા દિવસો પહેલા રૂ.25 હજારથી ઉપરની સપાટીએ રહેલ જીરાનો વાયદો હાલ રૂ.22 હજારથી પણ નીચેની સપાટીએ આવી ગયો છે. ઓફ-સિઝન હોવા છતાં વેચવાલીનું પ્રમાણ વધારે છે અને બીજી તરફ લેવાલી ઓછી છે. આ કારણે જીરાના ભાવમાં સતત ઘટાડા સાથે વેપાર થઇ રહ્યો છે.
હાલની સ્થિતિએ ખેડૂતોને પ્રતિ મણ રૂ.4300થી રૂ.4600ની સપાટીની વચ્ચે જીરાના ભાવ મળી રહ્યા છે. દિવાળી બાદથી ધીમી ગતિએ જીરાના ભાવમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. જ્યારે પણ બજારમાં ભાવ નીચી સપાટીએ આવી જાય પછી સ્ટોકિસ્ટ એક્ટિવ થતા હોય છે. તળિયાના ભાવે માલ ખરીદીને નફો કરવો એ આ પ્રકારના સ્ટોકિસ્ટનું મુખ્ય કામ હોય છે. જીરા બજારમાં સ્ટોકિસ્ટ ક્યારે એક્ટિવ થાય છે એ જોવુ રસપ્રદ રહેશે.
જેમ જીરુંની નવી સીઝન શરૂ થવા જઈ રહી છે ત્યારે જીરુંમાં મંદી જોવા મળી રહી છે ફેબ્રુઆરીમાં નવા જીરુંની આવકો શરું થય જશે, જેમાં હાલની પરિસ્થિતિ જોતા કોઈ મોટી તેજી આવશે તેવી શક્યતા નથી, જીરું ના ભાવ 2025મા 5000 થી 6000 વચ્ચે રહેવાની સંભાવના છે. આ વર્ષ નિકાસ પણ વધી છે તો પણ તેજી નથી દેખાતી બીજી તરફ આ વર્ષ વાવેતર ઓછુ રહ્યું છે સુકારાનો પ્રશ્ન પણ છે જેના કારણે ઉત્પાદન ઓછું થવાની શક્યતા રહે છે જેના કારણે ગુજરાતમાં જીરુંમાં તેજી દેખાશે પરંતુ મોટી તેજી આવશે નહીં.