નવા જીરૂની આવકો હવે થોડી થોડી આવવા લાગી છે અને સામે જૂના છરૂમાં પણ ખાસ કોઈ ડિમાન્ડ નથી. ગુજરાતમાં જીરૂની આવડા પંદરેક દિવસમાં વધી જાય તેવી ધારણા છે. આગામી દિવસોમાં હવે નવા કોઈ નિકાસ વેપારો દેખાતા નથી અને રમજાનની નિકાસ માંગ પણ મોટા ભાગની પૂરી થઈ ગઈ હોવાથી બજારો આગળ ઉપર હજી પણ વધારે ઘટે તેવી ધારણાં છે.
ઊંઝામાં નવા જીરૂની આજે ૧૫ બોરીની આવક હતી અને ભાવ ૨૦ કિલોનાં રૂ.૪૪૦૦થી ૪૫૦૦ હતા. ગોંડલમાં નવા જીરૂની ૧૨૧ ગુણીની આવક સામે ભાવ રૂ.૩૫૭૧થી ૪૪૯૧ના હતાં. એવરેજ ભાવ રૂ.૪૩૭૧ ક્વોટ થયા હતા.
જીરૂ માર્ચ વાયદો રૂ.૧૫૫ ઘટીને રૂ.૨૦,૧૫૦ની સપાટી પર બંધ રહ્યો હતો. માર્ચ વાયદો ૨૦ હજારની અંદર પહોંચી ગયો હતો. આગામી દિવસોમાં વાયદામા ભાવ રૂ.૧૯ હજાર સુધી પણ જાય તેવી ધારણાં છે.
જીરૂની બજારમાં ઘટાડાનો દોર યથાવત છે અને વાયદો ઘટીને ૨૧ તજારની સપાટી નજીક પહોંચી ગયો હતી. જીરૂની બજારમાં વેચવાલી ઓછી છે અને ટેકનિકલી જીરૂ વયાદો જો ૨૧ હજારની સપાટી તોરો તો ૨૦ હજારની સપાટી જોવા મળી શકે છે .જીરૂ હાજર ભાવ તો ચાર હજાર રૂપિયા થઈ ગયા છે.